________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૬
હારીતસંહિતા.
જે અતીસારના ઝાડાનો વાસ લસણ જેવા, મુડદા જેવા અને પરૂ જેવા ડાય; જે ઝાડા ધન (ધાડા) હોય; જેના રંગ માંસના રસ જેવા, પાકા જાંબૂના રસ જેવા, ધી જેવા, દૂધ જેવો, મધ જેવા, તેલ જેવા, શેવાળ જેવા કે કાળા ( નીલા ) હાય; અથવા જેના રંગ ઘાડા દહીં જેવા હાય; એવા અતીસારના રોગવાળાને સારૂં થશે નહિ એમ જાણી તેને વૈદ્યોએ છેડી દેશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અતિસારવાળાને ફેર આવતા હાય, મીણા ચઢતા હોય અને અંધારાં આવતાં હોય; જેનું શરીર પાતળું થઇ ગયું હાય; જેને શૂળ, મૂર્છા અને દાહ થતા હોય; જેને અતિશય શ્વાસ ચાલતા હોય; જેના મુખની કાંતિ બદલાઈ ગઈ હોય; જે ઉલટી, મૂર્છા, અને તરસથી પીડાતા હાય; જે અતિશય વિકળ થઈ ગયા હોય; જેને ચેન ન પડતુ હાય; તથા જેને સાજા ચઢયા હોય અને વરની પીડા હોય; એવા અતિસારના રાગીને વૈદ્યોએ વેગળેથીજ પડયો મૂકવા; કેમકે તેવા રોગીને સારો કરનારો કોઇ જોવામાં આવ્યેા નથી.
જે અતિસારના રોગવાળાને સાજો, શૂળ, તાવ, તરસ, શ્વાસ, ખાંસી, અચિ, ઉલટી, મૂર્છા, અને હેડકી, એવા ઉપદ્રવ થયા હોય તેને વૈધે પડયો મૂકવા; કેમકે તેને સારૂં થતું નથી.
વળી જેને સાજો, પેટ ચઢવું, હેડકી, ઉલટી, અરૂચિ, એવા ઉપદ્રવ થયા હોય, તથા જે પાંડુ રોગથી પીડિત હાય, એવા અતીસારના રાગવાળાને જોઇને વૈધે પડયો મૂકવા. અર્થાત એવા અતિસાર મટતા નથી.
શ્રૃતિ અતિસાર ચિકિત્સા,
ગૃહણી રોગની ચિકિત્સા. ગૃહણીનું લક્ષણ,
यदल्पमल्पं क्रमशो निषिक्तं मलं मलाधारगतं च नित्यम् । हत्वान्तराग्निं कुरुते नरस्य विकारमाहुर्ग्रहणीति संज्ञा ॥
For Private and Personal Use Only