________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
હારીતસંહિતા.
ગરમ, પાતળ, પીડા કરે એવો, દુર્ગધવાળે પીળો રાતે લીલ કે કાળે, અને મળ સાથે ભળેલો હોય છે, એ રંગમાં રેગી તરસથી પીડા પામે છે.
કફ ગ્રહણીનાં લક્ષણ हल्लासर्दि स्वसनं च शोफः कासो जडत्वं च सशीतता च । वैरस्यमास्ये गुरुगात्रता स्यादरोचकं वै सकफग्रहिण्याम् ॥
કફથીયુક્ત ગ્રહણ રોગમાં રોગીને છાતીમાં પીડા થાય છે, તેમજ શ્વાસ, સેજે, ખાંસી, જડપણું, શીતળતા, મુખમાં વિરસતા, શરીરનું ભારેપણું અને અરૂચિ, એવાં ચિન્હ થાય છે.
ત્રિદેષ ગ્રહણીનાં લક્ષણ त्रिभिः समेतं गदितं च चिह्नमेतस्य कोपो मधुरास्यता वा। दाहोऽथ मूर्छा स्वसनं जडत्वं ससन्निपातग्रहणीगदः स्यात् ।
વાતાદિ ત્રણે દોષ કોપવાથી ગ્રહણી રોગ થયે હોય તે જે જે ચિન્હ વાતાદિ પ્રત્યેક દોષની ગ્રહણીમાં માલમ પડે છે તે બધાં અહીં સામટાં જણાય છે. વળી વિશેષમાં–રગીનું મુખ મધુર થાય છે, શરીરે દાહ થાય છે, મૂછ આવે છે. શ્વાસ થાય છે અને જડતા ઉપજે છે.
વાત સંગ્રહણમાં પાચન ક્વાથ, दारुनागरनिशा सवासका कुण्डली मगधजा सठी धनम् । रास्ना भागि सरलाहपैष्करं पाचनं भवति वातिकग्रहे ।
દેવદાર, સુંઠ, હળદર, અર, ગળો, પીપર, લશ્કયુરે, માથ, રાસના, ભારંગ, સરલ દેવદાર, પુષ્કરમૂલ, એ ઔષધોને કવાથ કરીને પાવાથી વાયુથી થયેલી ગ્રહણીની પીડા મટે છે; કેમકે એ ઔષધને કવાથ કાચા મળને પકવે છે.
પિગ્રહણીમાં પાચન, नलवेणुकुशानां च काशेषणां च मूलकम् । निःक्वाथ्य पानं हितं चास्य पाचनं पैत्तिके ग्रहे। १ साध्यं नगुल्ममिति. प्र० ३ जी. २ गुल्मितं तं विदुर्बुधाः. प्र. १ ली. ३ दरोचकंशंखशकृदग्रहस्तु. प्र. १ ली.
For Private and Personal Use Only