________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૩૭
~~~
જે રેગમાં મળાશયમાં રહેલો મળ નિત્ય નિત્ય વારંવાર ડો. થે ગુદારા બહાર પડે છે તથા જઠરાગ્નિને નાશ કરીને વિકાર ઉ. ત્પન્ન કરે છે તે રોગને ગ્રહણ કરીને કહે છે.
પ્રહણીનું બીજે પ્રકારે લક્ષણ, निर्वृत्ते चातिसारे शमयति दहनं भूयसा दोषतोऽपि भुक्तान्नं वा मलांशं बहुदिनमनिशं सञ्चयित्वा तिसति । वारं वारं विगृह्य सहजमथ मलं पच्यमानं धनं वा तं चाहाधिघोरं मनुजरुजकरं स्याच्च ग्रहणीति संज्ञा ॥
અતિસાર નિવૃત્ત થયા પછી જઠરાગ્નિ અત્યંત દૂષિત થવાથી શાંત પડી જાય છે, ખાધેલા અને અને મળના અંશને બહુ દિવસસુધી આમાશય કે મળાશયમાં સંચિત કરી રાખીને પછી નિરંતર અતિસારરૂપે બહાર પાડે છે. તે મળને વાતાદિ દેષ વારંવાર અટકાવે છે અને વળી સહજ પાચન થતી અવસ્થામાં કે ઘનરૂપ અવસ્થામાં તે મળ પડે છે. એવા ઘેરરૂપ તથા મનુષ્યને પીડા કરનાર વ્યાધિને ગ્રહણ એવું નામ આપવામાં આવ્યું છે.
ગ્રહણીના પ્રકાર लक्षणं चातिसारस्य विज्ञेयं ग्रहणीगदे । वातिकं पैत्तिकं चैव श्लैष्मिकं सान्निपातिकम् । नैव चैकेन दोषेण जायते ग्रहणीगदः । तेन संक्षीयते देहमन्तहो विपाकता॥ જે લક્ષણ વાતાદિ અતિસારનાં કહેલાં છે તે જ લક્ષણો વાતાદિ ગ્રહણીનાં પણ જાણવાં. અને તેથી વાતક, ઐત્તિક, કફાત્મક અને સન્નિપાતાત્મક, એવા ગ્રહણીના પ્રકાર થાય છે. એક જ દેષવડે ગ્રહણ રેગ ઉપજે છે એમ નથી; પણ અનેક દોષથી ગ્રહણી રોગ ઉપજે છે, તેથી દિવસાન દિવસ દેહ સૂકાતે જાય છે. શરીરની અંદર દાહ થાય છે અને ધાતુઓ વગેરે પાકી ઉઠે છે.
૨૯
For Private and Personal Use Only