________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો.
ધોળા કડાનાં લીલાં ફૂલ અથવા છાલ ચારસો તેાલા લેઈને તેને કચરીને પુટપાકની રીતે તેને પકવવું અને પછી તેને રસ કાઢીને ગાળી લેવા. પછી તેમાં મેાચરસ, પાહાડમૂળ, મ′, અતિવીખની કળી, માથ, આળખીલી, તથા ધાવડીનાં ફૂલ, એ ઔષધોનું ચર્ણ નાંખવું. એ નાખ્યા પછી ફરી તેને ચલે ચઢાવીને કડછીએ ચાટે એવા સ્વરસ થતાં સુધી પક્વ કરવું. પછી પીવાના સમય જાણનારા રા ગીએ તેને પાણી સાથે, ભંડ સાથે કે બકરીના દૂધ સાથે પીવું. એ સ્વરસ સર્વે પ્રકારના ભયંકર અતિસારનો નાશ કરે છે, કાળા, ધાળેા, રાતો કે પીળે એવા વિચિત્ર વર્ણના અતિસાર પણ એથી મટે છે; ગ્રહણીના નાના પ્રકારનો દોષ નાશ થાયછે; રક્તપિત્ત, અર્શ, લોહીના રાગ અને અસાધ્ય લક્ષણાવાળા પ્રદરરોગ, એ સર્વે આ કુટજાટક પીવાથી જરૂર નાશ પામેછે.
૩૨૭
અતિ વાતાતીસાર.
પિત્તાતીસારના હેતુ.
धर्मेण चोष्णान्नविभोजनेन पित्तेन तप्तोदकसेवनेन । शोकेन तापेन रुषा कटुत्वात् क्षारेण पित्तासृगसारकः स्यात् ॥
અતિશય પરસેવા કાઢવાની ગરમીથી, ગરમ ( ઊનું ) અન્ન ખાવાથી, પિત્તના પ્રકોપથી,, ગરમ પાણીથી નહાવાથી, શોકથી, સતાપ કે સૂર્ય વગેરેના તાપથી, ક્રોધથી, અતી તીખા પદાર્થ ખાવાથી અને ક્ષારથી પિત્ત તથા લોહીના અતિસાર થાયછે.
પિત્તાતીસારનાં લક્ષણ,
तेनारुणं पीतमथातिनीलं दुर्गन्धशोषज्वरपाण्डुयुक्तम् । भ्रमार्तिमूर्च्छा च तृषाङ्गदाहः पित्तातिसारस्य च लक्षणानि ॥
For Private and Personal Use Only
ઉપર કહ્યાં તેવાં કારણોથી રાતા, પીળા, અતિશય નીલા રંગનો અને દુર્ગંધવાળા, ઝાડા થાયછે; અને રોગીને શોષ, તાવ, પાંડુ, ભ્રમ (ફેર), પીડા, મૂર્છા, તરસ, શરીરે દાહ, એવા ઉપદ્રવ થાયછે. એ લક્ષણા ઉપરથી તે અતિસાર પિત્તના કાપથી થયાછે એમ જાણવું.
૧ કમળ. ૬૦ ૧૨.