________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય બીજો.
શાસ્ત્ર ભણેલા છે. તેથી શું ફ્ળ છે? જેમ દાણા કાઢી પછીનું પરાળ નિરૂપયોગી છે તેમ તેવા વૈધ પણ નિરૂપયોગી છે.
કુવૈદ્યની નિંદા.
वरमाशीविषविषं कथितं ताम्रमेव च । पीतमत्यग्निसन्तप्ता भक्षिता वाप्ययोगुडाः ॥ न तु श्रुतवतां वेशं विभ्रतः शरणागतात्। ग्रहीतुमन्नपानं वा वित्तं वा रोगपीडितात् ॥ જે વૈધ ખાતે વેધશાસ્ત્ર ભણેલા નથી તથાપિ પોતાની શરણે આવેલા રોગથી પીડાયલા રોગીઓ પાસેથી અન્નપાન અથવા ધન મેળવવામાટેજ જે વિદ્વાન વૈધનું ડાળ ધારણ કરેછે, તેમની પાસેથી ઔષધ ખાવા કરતાં સાપનું ઝેર અથવા ઉકાળેલું ત્રાંબું પીવું સારૂં છે અથવા અગ્નિમાં તપાવેલી લોઢાની ગોળીઓ ખાવી સારી છે. તાત્પર્ય કે એવા અભણ વૈદ્ય પાસેથી કદાપિ પીવાનું કે ખાવાનું ઔષધ લેવું નહિ તથા આજી પણ ચિકિત્સા કરાવવી નહિ.
વૈદ્યનું લક્ષણ,
तदेव युक्तं भैषज्यं यदारोग्याय जायते ।
स चैव भिषजां श्रेष्ठो रोगेभ्यो यो विमोक्षयेत् ॥
જે ઔષધ ખાવાથી રોગ નાશ પામે તેજ યોગ્ય ઔષધ જાણવું; અને જે પુરૂષ રોગ થકી રોગીને નિમુક્ત કરે તેજ ઉત્તમ વૈદ્ય જાણવા.
વૈદ્યશાસ્ત્ર ભણવાની જરૂર.
तस्मात् सर्वप्रयत्नेन रोगवारण हेतुना । युक्ता निदानलक्षैस्तु संहितोपायसंयुता ॥
पठितव्या समासेन संहिता ज्ञानहेतवे । ज्ञात्वा रोगप्रतीकारं ततः कुर्यात् प्रतिक्रियाम् ॥
૨૫૭
For Private and Personal Use Only
એટલા માટે જેને રોગ અટકાવવાની ઇચ્છા હોય તેણે ઘણા પ્રયજ્ઞથી, જેમાં રોગનું નિદાન, લક્ષણ, તથા ઉપાય કહ્યા હોય એવી વૈધકની સંહિતાનું અધ્યયન કરવું. એવી સંહિતાનું પોતાને જ્ઞાન થવા