________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
હારીતસંહિતા.
પાછળ મૂળ, શ્રીપણું અથવા સીવણમૂળ, એ પાંચ ઔષધેને કવાથી દાંતને સ્વચ્છ કરે છે, વાયુને દૂર કરે છે, તથા મનુષ્યના વાતવરનો તકાળ નાશ કરે છે.
किरातमुस्तामृतवल्लिकणासविश्वा . गोकण्टको बृहतियुग्ममुदीच्यतिक्ताः। स्याच्छालिपणिकलसीकथितः समन्ता
स्क्वाथः समीरणभवं ज्वरमाशु हन्ति ॥ કરિયાતું, મોથ, ગળે, પીપર, સુંઠ, ગોખરું, મેટી રીંગણી, ભોંયરીંગણી (નાની રીંગણી,) વીરણવાળે, કડુ, શાલિપણું, પૃષ્ટિપણું, એ ઔષધથી કરેલે કવાથ વાયુના જવરને તત્કાળ મટાડે છે.
गुडूची शतपुष्पा च द्राक्षा राना पुनर्नवा । 'त्रायमाणकक्काथश्च गुडैतिज्वरापहः ॥
___ इति वातज्वरचिकित्सा. ગળે, સવા, દ્રાક્ષ, રાસ્ના, સાડી, અને ત્રાયમા, એ ઔષધને ક્વાથ કરી તેમાં ગોળ નાખીને પીવાથી વાતવર નાશ પામે છે.
પિત્તજવરનાં લક્ષણ, मुर्छा दाहो भ्रममदतृषावेगतीक्ष्णोऽतिसार
स्तन्द्रालस्यं प्रलपनवमिपाकता चोष्टवक्के । स्वेदः श्वासो भवति कटुकं विह्वलत्वं क्षुधा वा
एतैलिङ्गैर्भवति मनुजे पैत्तिको वै ज्वरस्तु ॥ પિત્તજ્વરવાળાને મૂછ, દાહ, ભ્રમ, મદ અને તરસ, એવા ઉપદ્રવ થાય છે. તાવને વેગ તીક્ષણ હોય છે રેગીને અતીસાર, ઘેન અને આળસ થાય છે. તે લવારી કરે છે તેને ઉલટી થાય છે અને ઓઠ તથા મોઢામાં ઝીણી ઝીણી ફેલ્લીઓ થઈ તેને પાકે છે. વળી તેને પરસેવે વધારે થાય છે, શ્વાસ થાય છે અને મોટું કવું થઈ જાય છે. વળી તે
૧ કુંભારિકા-શ્રીપર્ણ-શીવલી, એ પ્રમાણે પ્રત ૩૭ માં ટીપ્પણ કરવા પરથી એ અર્થ લખે છે. ૨ દક્ષી. ૦ ૧ ટી. રૂ સાતિવા. પ૦ ३ जी. ४ तंद्राल्पत्वं. प्र. १ ली.
For Private and Personal Use Only