________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मासमेकं व्यवायं च पक्षैकं चातिभोजनम् । वर्जयेत् कर्णशूलेपि सुखं तेनोपपद्यते ॥ षटकानं पुराणं वा चाल्पं सर्पिस्तथाढकी । कुलत्थमुद्रयूषं वा भोजने च प्रशस्यते ॥ वार्ताकं च पलाण्डुं च कन्दशाकान् परित्यजेत् । एतेन सुखमाप्नोति शीघ्रं रोगाद्विमुच्यते ॥ इति कर्णमूलविधिः ।
કર્ણમૂળવાળાએ દિવસે સૂઈ રહેવું નહિ; સ્ત્રીના સંગ કરવા નહિ, ઘણું પાણી પીવું નહિ; ઠંડુ જળ સેવવું નહિ; રાત્રે જાગવું નહિ; કસરત કરવી નહિ; શેક કરવો નહિ; અડદ, જવ, ઘઉં, તલ, ખેાળ ( અથવા તલને ખેાળ ), મસુર, લાંગ, અને તેલ, એ પદાર્થોને બિલકુલ અડવું નહિ; એક મહિનાસુધી સ્ત્રીસંગ ન કરવા; એક પખવાડિયાસુધી અતિભોજન ન કરવું; કર્ણશૂળમાં એવા નિયમ પાળવાથી સુખ થાયછે. જૂના સાડી ચોખા તથા જૂનું થોડું ધી, તુવેરની દાળ, ફળથી, મગનું આસામણ, એટલાં વાનાં ખાવાં હિતકર છે. વંતાક, ડુંગળી અને કંદશાક ખાવાં નહિ. એવું પથ્ય પાળવાથી સુખ થાયછે અને રાગમાંથી જલદી મુક્ત થવાય છે.
અંતર્દાહનું કારણ
अन्ते पित्तं यदा तिष्ठेद्वाह्ये श्लेष्मसमीरणौ । तदन्तर्दाहशोषः स्याद्वाहो सस्वेदशीतता ॥
જ્યારે પિત્ત શરીરની અંદર હોય અને વાયુ તથા કે બાહાર હોય ત્યારે અંતર્દોષ અને શેષ ઉપજે છે તથા બહારથી પરસેવા અને શીતળતા માલમ પડેછે.
ઐતાહની ચિકિત્સા,
तस्यामृतापयःक्काथं मधुपिप्पलिसंयुतम् । पाययेदाशु मुच्येत ज्वराद्वै सान्निपातिकात् ॥
સન્નિપાત જ્વરમાં જ્યારે શરીરની અંદરના ભાગમાં દાહ થાય
અને શરીરની ઉપરના ભાગમાં શીતળતા હોય ત્યારે, ગળા અને વીર
For Private and Personal Use Only