________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
હારીતસંહિતા.
રાગીને રાસ્નાદિકવાથ ગરમ પાવા. જે પુરૂષને રક્ત તથા પિત્ત ઉપરના ભાગમાં ગયું હોય તથા વાયુ અને કફ્ ખન્ને મધ્યે (નીચે ) રહેલા હોય તે તેથી શરીરના ઉપરના ભાગ ગરમ થાય છે અને નીચેના ભાગ શીતળ થાય છે. એવા રોગીને ઉત્તમ વૈદ્યે શુંઢયાદિ કવાથ યેાજવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્યવેગી, અંતર્વંગી વગેરે જ્વરનાં લક્ષણ, यस्योपमा दृश्यते चाति मन्दतृष्णा च जायते । बाह्यवेगं विजानियाज्ज्वरः साध्यो विजानता ॥ यस्यान्ते जायते चोष्मा तृष्णा दाहः शिरोव्यथा । तृष्णावलता यस्य सोऽतवैगो भवेज्ज्वरः ॥ यस्योच्छ्रासो भवेदुष्णो रक्तनेत्रोऽतिविह्वलः । अंतर्दाहो भवेद्यस्य शरीरं पुलकांकितम् ॥ रक्तमूत्रमरोचार्त प्रलापं भ्रममेव च । गम्भीरवेगं जानीयात् कृच्छ्रसाध्यो नृणामपि ॥ तस्य कुर्यात्प्रतीकारं योगोऽष्टादशको नृणाम् ।
જે પુરૂષને તાવની ગરમી અતિશય હાય તથા તરસ થોડી લાગતી હોય, તે તે પુરૂષને ખાદ્યવેગી જ્વર થયા છે એમ જાણવું; એ વર સાધ્ય છે એ એ ઉપચાર વગેરેથી તેને જલદી આરામ કરી શફાય એવા છે. જે તાવવાળા રોગીને શરીરની અંદર ગરમી થાય, તરસ લાગે, દાહ થાય, માથું દુખે, તથા તે સાથે તરસવર્ડ તે આકુળ વ્યાકુળ થતા હાય, તે પુરૂષને અંતર્વંગી જ્વર છે એમ જાણવું. જે રીગીના શ્વાસ ગરમ હાય, આંખા રાતી હાય, તાવથી અતિશય આકુળ વ્યાકુળ થતા હાય, શરીરની માંહેલા ભાગમાં દાહ થતા હાય, શરીરે
વાં ઉભાં થતાં હાય, પિશાખ રાતા થતા હોય, અરૂચિ થી પીડાતા હોય, લવારી અને ભ્રમ થતા હોય, એવા તાવને ગંભીર વેગવાળા જા વેા. એ તાવ પુરૂષોને પણ કષ્ટસાધ્ય છે. ગંભીર વેગી જ્વર ઉપર ભૂનિંબાદિ અષ્ટાદશાંગ વાથ જે પાછળ કહેલા છે તે કરવા.
For Private and Personal Use Only