________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
હારીતસંહિતા.
અતિસારના રોગ ઉપર કાકમાચી અતિશય વખાણવા યોગ્ય છે એમ હારીને કહ્યું છે. તથા અનેક શાસ્ત્રો જોઈને તે વાત આત્રેય મુનિએ પણ પસંદ કરી છે.
જંબૂત્વચાદિ અવલેહ, जम्बुत्वचं वत्सकवल्कलं च निःक्वाथ्य नूनं सलिले समीरणम् । चतुर्विभागेष्वपि शेषितेषु उत्तार्य वस्त्रेष्वथ गालयेच ॥ पुनः कटाहे विपचेच्च सम्यक् दारूप्रलेपः स्वरसस्तु यावत् । उत्तार्य शीते मधुना विमिश्रं लीढं हरेदप्यतिसारमुग्रम् ॥
आमं सपित्तं कुणपं जलाभं पूयसनिभम् । नाशयेत्पीतमात्रेण तमः सूर्योदये यथा ॥ જાંબૂડાની છાલ અને કડાછાલ, એમને પાણીમાં ઉકાળવાં અને ચેથે ભાગે પાણી બાકી રહે ત્યારે તેને નીચે ઉતારી વસ્ત્રથી ગાળી લેઈને તે ગાળેલા ક્વાથને ફરીને કઢાઈમાં રેડવો તથા તેને સારી રીતે પાક કરે. જ્યારે તે સ્વરસ કડછીએ કે એવું થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડું પડવા દે. પછી ઠંડા પડેલા તે સ્વરસમાં મધ મેળવીને ચાટ તેથી ભયાનક અતિસાર હશે તે તેપણ મટી જશે, વળી અતિસાર જે આમવાળો, પિત્તવાળા, મુડદાના ગંધ જેવા ગંધવાળે, પાણી સરખે કે પરૂ સરખો હશે તથાપિ સૂર્યને ઉદય અંધકારને નાશ કરે છે તેમ એ કવાથ પીવા માત્રથી જ તે નાશ પામશે.
અતિસારનાં પૂર્વરૂપ कुक्षौदरे वक्षसि नाभिदेशे पायुप्रदेशे सततं प्रतोदः। वातश्च रोधश्च शकृद्विभङ्गो भवन्ति सर्वेष्वतिसारकेषु ॥
ફૂખ, પેટ, છાતી, નાભિ અને ગુદા એ જગાએ નિરંતર કળતર થાય છે. તથા વાયુને રોધ થાય છે. મળ ભાગેલે (નરમ-પાતળ) થાય છે. બધાય અતિસાર થતા પહેલાં એવાં ચિન્હ સામાન્યપણે જોવામાં આ વે છે, અને તેથી તેને અતિસારનું પૂર્વરૂપ કહેછે.
For Private and Personal Use Only