________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
૩૦૯
અગથિયાનાં પાંદડાંનો રસ કાઢીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી મહાભયાનક એવો ચોથિયો તાવ મટે છે. વળી એ નસ્ય ખાંસી અને બ્રમને હણે છે તથા માથાની પીડાને નાશ કરવાને પણ એ નસ્ય પુરૂષને હિતકારી છે.
વિષમજવરમાં લશુન કટકા रसोनकल्कं तिलतैलमिश्रं योऽनाति नित्यं विषमज्वरातः। विमुच्यतेऽसौ विषमज्वरेभ्यो वातामयैश्चाप्यतिघोररूपैः ॥
જે પુરૂષ વિષમજવરથી પીડાતા હોય તેણે તલના તેલમાં મિશ્ર કરીને લસણનું કલ્ક (ચટણી) નિત્ય ખાવું. એ ઉપાયથી તેના બધા પ્રકારના વિષમજવર મટે છે તથા મહાભયાનક એવા વાયુના રોગ પણ મટે છે.
વિષમજવરમાં અષ્ટાંગધૂપ. पलं च निम्बस्य दलानि कुष्ठं वचा गुडं गुग्गुलुसर्षपानाम् । हरीतकी सर्पिर्युतं च धूपं विनाशनं वै विषमज्वराणाम् ॥
તિ મહાપૂઃ | લીંબડાનાં સૂકાં પાનાં, ઉપલેટ, વજ, ગોળ, ગુગળ, સરસવ, હરડે, અને ધી, એ આઠ વસ્તુઓ ચાર ચાર તેલા લઈને તેને ધૂપ કરે તેથી વિષમજવરને નાશ થશે.
વેલાવર વગેરેના ઉપાય. सुरसामूलमाहृत्य हस्ते बद्धः शुभे दिने । वेलाज्वरादिकान हन्ति भूतज्वरनिवारणः ॥ मुस्तामृतामलक्यश्च नागरं कण्टकारिका । कणाचूर्णान्वितः क्वाथस्तथा मधुसमन्वितः ॥ एकाहिकं वा वेलोत्थं ज्वरं जातं व्यपोहति ।
रसोनबीजान्यादाय खण्डं कृत्वा निशासु च ॥ ૧ નિ જ ત્રાનિ. ક. ૨ કી.
For Private and Personal Use Only