________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
વિશેષે કરીને તૃપ્તિ કરવી, ગાય પૃથ્વી અન્ન જળ સુવર્ણ વગેરેનું વિધિપૂર્વક દાન કરવું, એથી કરીને શાંતિ થાયછે. સર્વે રાગની શાંતિ કરવાના એ હેતુ છે એમ સત્ય વ્રતવાળા મુનિઓએ કહેલું છે.
વરવાળાને પથ્ય આહારાદિ
वेगं कृत्वा विषं यद्वदाशये लीयते बलम् । कुप्यते प्रबलं भूयः काले दोषो विषं तथा ॥ शालिषष्टिकभक्तानां यूषं मुद्गाढकीषु च । पूर्वोक्तानि च शाकानि वातघ्नानि भवन्ति हि ॥ शतपुष्पा च जीवन्ती तण्डुलीयकवास्तुकम् । घृतेन भाजिका सिद्धा शाकपत्राणीमानि च ॥ लावतित्तिरमांसादि वार्ताकानां तथातुरे । मृगछिक्करिकाद्यानि जाङ्गलानि प्रयोजयेत् ॥
For Private and Personal Use Only
૩૧૫
कोशातकी पटोलं च शुण्ठीकं रहितं भवेत् । ઝેર જેમ વેગ ઉત્પન્ન કરીને નિર્બળ થાય છે ત્યારે આશયમાં લીન થઇ જાયછે; વળી પાછું પ્રબળ થાયછે. ત્યારે કરીને કાપે છે. તેજ પ્રમાણે વાતાદિ કે જ્વરાદિ દોષ પણ વખત આવ્યે કાપે છે અને પાછા લીન થઇ જાય છે. માટે તે ફરીને પ્રબળ ન થાય એવાં અન્નપાનાદિ યાજવાં જોઈએ ). સાડી ચોખા અને શાલી ડાંગરને ભાત, મગ અને તુવેરની દાળનું પાણી, તથા જે પૂર્વે વાયુને નાશ કરનારાં શાક કહ્યાં છે તે શાક, સુવાની ભાજી, હરણ દોડીની ભાજી, તાંદળજાની ભાજી, વધુઆની ભાજી, એ સર્વે ભાજીને ધીમાં વધારીને રોગીને આપવી, તેમજ શાકપાન પણ ધીમાં વધારીને આપવાં જોઇએ. લાવરાં અને તેતરનાં માંસ, ચકલાંનાં માંસ, તથા હરણુ અને છીકારાં વગેરે જંગલી પ્રાણીઓનાં માંસ પણ આપવાં. વળા ગલકાં, પરવળ, અને ગિલાડાંનું શાક પણ હિતકારી છે.
જ્વરવાળાને અપથ્ય આહારાદિ
वर्जयेद्विदलाम्नानि विदाहीनि गुरूणि च ॥ न पिच्छिलानि तैलानि तथाम्लानि च वर्जयेत् ।