________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૭૩
ભૂખવડે આકુળ થાય છે. એવાં ચિન્હ ઉપરથી જાણવું કે તે મનુષ્યને પિત્તજવર થયો છે.
પિત્તજ્વરના ઉપાય-ધ્રાદિ ક્વાથ, रोधोत्पलामृतलताकमलं सिताढ्यं तत् सारिवासहितमेव हि पाचनेषु । निःक्वाथ्य काथमिति चाशु निहन्ति पित्तं
पित्तज्वरप्रशमनं प्रकरोति पुंसाम् ॥ લેધર, કાળું કમળ, ગળો, શ્વેતક્મળ, અને સારિવા, એ ઔષછેને કવાથ કરીને તેમાં સાકર નાખીને એ કવાથ પી. એ ક્વાથ પિત્તજ્વરને પાચન કરનાર છે. એ કવાથ પીવાથી તે તત્કાળ પિત્તને નાશ કરે છે તથા મનુષ્યના પિત્તજ્વરને તે શમાવે છે.
બીજો ઉપાય-શિકહ્યાદિ ક્વાથ, कथितं तण्डुलपयसा शक्राह्वकटुरौहिणीसहितम् । काथं यष्टीमधुना विनाशनं पित्तज्वराणां तु॥
ચોખાના ધોવરામણ સાથે ઇંદ્રજવ, કુટકી, અને જેઠીમધ, એ ત્રણને કવાથ પીવામાં આવે છે તે પિત્તજ્વરને નાશ કરે છે.
ત્રીજો ઉપાય-દુરાલભાદિ કવાથ, दुरालभावासकपर्पटानां प्रियङ्गुनिम्बकटुरोहिणीनाम् । किराततिक्तं कथितं कषायं सशर्कराव्यं कथितं च पित्ते ॥ सदाहपित्तज्वरमाशु हन्ति तृष्णाभ्रमं शोषविकारयुक्तम् ।
ધમાસે, અરડુસી, પિત્તપાપડે, (ઘાસીએ પિત્તપાપડે–ખડસલીઓ,) કાંગનાં મૂળ, લીમડાની અંતરછાળ, કુટકી, કરિયાતુ, કફ, એ ઔષધોને કવાથ કરીને તેમાં સાકર નાખીને પીવાથી પિત્તજવર નાશ પામે છે, દાયુક્ત પિત્તજવર હોય તે તે પણ એજ કવાથથી મટે છે. વળી તરસ, ભ્રમ, અને શેષ, એવા ઉપદ્રવ સહિત પિત્તજવર પણ એ કવાથથી નાશ પામે છે.
૧ પા . પ્રસી.
હીએ, કે
રીતે તેમને તે પણ
For Private and Personal Use Only