________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
હારીતસંહિતા.
વાતકફજ્વરવાળા રોગીને અંગે શીત, કંપારી, પર્વભંગ (હાથ પગ ભાંગી જતા હોય તેવી વેદના.) ઉલટી, અને પીડાઓ સહિત જડપણું થાય છે; તાવની ગરમી મંદ હોય છે તેમ બીજી ગરમી પણ કમી હોય છે; રોગીને અરૂચિ, અને બદ્ધષ્ટ થાય છે, શરીરપર સુંવાળાપણું રહેતું નથી; ખાંશી થાય છે; સંજ્ઞા ઊડી જતી રહે છે, શળ થાય છે; ઘેન થાય છે; પિટમાં આંતરડાંને શબ્દ થાય છે; મુખમાં મધુરતા ઉપજે છે; શરીર સ્તંભી જાય છે, બગાસાં પર બગાસાં આવે છે અને વેદના થાય છે; પરસેવો વળે છે; મળ અને મૂત્રનો રોધ થાય છે, એવા લક્ષણવાળા રોગીને કફવાતવયુક્ત જાણવો.
કફ વાતજવરમાં પાચનકવાથ, आरग्वधस्तिक्तकरोहिणी च हरीतकी पिप्पलिमूलमुस्ता। निःक्वाथ्यकल्कः कफवातयुक्ते ज्वरे सशूलेपि हि पाचनोऽयम्॥
તિ માધા ગરમાળો, કફ, હરડે, પીપરીમૂળ, મોથ, એમનું કલ્ક કરીને તેને કવાથ કરે. એ કવાથ શળસહિત કફવાતજવરમાં આપે. કેમકે તે એ જવરને પાચન કરનારો છે, એ કવાથને આરગ્વધપંચક કહે છે.
બીજો ઉપાય-મુસ્તાદિ કવાથ, मुस्ता गुडूची सहनागरेण वासाजलं पर्यटकं च पथ्या। क्षुद्रा च दुःस्पर्शयुतः कषायः पाने हितो वातकफज्वरस्य ॥
મોથ, ગળો, શુંઠ, અરડૂસે, વાળ, પિત્તપાપડે, હરડે, ભોંયરીંગણ, ધમાસો, એ ઔષધને ક્વાથ કરીને પાવ એ વાતકફજ્વરમાં હિતકારી છે.
ત્રીજે ઉપાય-સુદ્રાદિ ક્વાથ, क्षुद्रामृतानागरपुष्कराद्यैः कृतः कषायः कफमारुते ज्वरे । सश्वासकासारुचिपार्श्वशूले ज्वरे त्रिदोषप्रभवेपि शस्यते ॥
इति क्षुद्राचं पाचनम् ।
For Private and Personal Use Only