________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વાતિપત્ત જ્વરનું લક્ષણ,
तृष्णा मूर्च्छा वमनकटुकं चाननं रूक्षता स्या दन्तर्दाहो 'नयनवदने पीतता कण्ठशोषः ॥ निद्रानाशः श्वसनशिरसो रुक्प्रभेदोऽङ्गभङ्गो रोमोद्धर्ष तमकमिति चेद्वातपित्तज्वरः स्यात् ॥
www
વાતપિત્ત જ્વરવાળાને તરસ ઘણી લાગે છે, મૂર્છા થાયછે, ઉલટી થાયછે, મુખ કડવું થઈ જાયછે, શરીર લૂખું પડી જાયછે, શરીરની અંદરના ભાગમાં દાહ બળે છે, આંખા તથા મોટું પીળું થઇ જાયછે, કંઠે શેષ પડેછે, ઊંધ નાશ પામે છે, શ્વાસ ચઢે છે, માથું દુખે છે, અંગમાં કળતર થાયછે તથા તે ભાંગી જતાં હોય તેમ વેદના થાયછે, વાંટાં ઊભાં થાયછે, તથા આંખે અંધારાં આવે છે, એ લક્ષણાથી જાણવું કે આ રાગીને વાયુ તથા પિત્ત બન્ને કાપ પામીને જ્વર ઉપજેલા છે. વાતિપત્ત જ્વરનું પાચન-ત્રિફળાઢિ જ્યાથ
संसृष्टदोषैर्विहितं च सम्यक् विपाचनं पित्तमरुज्ज्वरे च । फलत्रिकं शाल्मलिसंप्रयुक्तं रास्नाकिरातस्य पिबेत् कषायम् ॥
પિત્ત અને વાયુ એ દ્વેષ એકઠા મળ્યા હાય એવા જ્વરમાં હરડે, બહેડાં, આમળાં, શીમલાની અંતરછાલ, રાસ્ના, અને કરિયાતું, એ ઔષધોના ક્વાથ પીવા; કેમકે વાતપિત્ત જ્વર એ પાચન કરનારા છે. બીજો ઉપાય.
द्विपञ्चमूली सह नागरेण गुडूचिभूनिम्बधनैः समेता । कल्कः प्रशस्तः सगुडो मरुत्सु सपित्तवातज्वरनाशहेतुः ॥
શાલિપણ્, પૃષ્ટિપર્ણી, રિંગણી, ભોંયરિંગણી, ગોખરૂ, બિલીમૂળ, અરણીમૂળ, અરલુ (અલવા,) પાડળ, શિવણુ, સુંઠ, ગળા, રિયાતું, મેાથ એ ઔષધોનું કલ્લુ કરીને તેમાં ગોળ ભેળવીને વાયુરાગનાં રોગીને ખવરાવવું. એ કલ્ક વાતપિત્ત જ્વરને નાશ કરનારૂં છે.
For Private and Personal Use Only
૧ વષ નયને ત્તતા. પ્ર. ૧ સૌર્ આ લીટીમાં શ્વસન છે ત્યાં શ્વસન જોઈએ, પણ તેમ કરવાથી છેદે ભંગ થાય છે તથા બધી પ્રતામાં એમ છે. માટે કાયમ રાખ્યું છે.