________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
હારીતસંહિતા.
એ કવાથ તાવવાળાને પાચન કરનાર હોવાથી હિતકર છે. એ ઔષધને નાગરાદિ પાચન કહે છે અને એ સર્વે વરનું પાચન કરવામાં ઉપયોગી છે.
અન્ન હીન ઔષધના ગુણ वीर्याधिकं भवति भेषजमन्नहीनं हन्यात् तदामयमसंशयमाशु चैव । तबालवृद्धयुवतीमृदुभिश्च पीतं
ग्लानि परां नयति चाशु बलक्षयं च ॥ અન્ન ખાધા પહેલાં જે ઔષધ ખવરાવવામાં આવે અને તે ઔષધ અધિક વીર્યવાળું હોય તે તે રોગને નિશ્ચય હણે છે. એવું ઔષધ બાળક, વૃદ્ધ, સ્ત્રી, અને કોમળ પ્રકૃતિના મનુષ્ય ખાધા પહેલાં પીધું હોય તે તે ઔષધ તેવા રેગીને ઘણી ગ્લાનિ ઉત્પન્ન કરે છે તથા બળને પણ ક્ષય કરે છે.
પાચન થયેલા ઔષધનું લક્ષણ इन्द्रियाणां लघुत्वं च नेत्रास्यस्य प्रसादता। 'सोद्गारमुष्णता कोष्ठे जीर्णभेषजलक्षणम् ॥
ઔષધ પીવા પછી ઇંદ્ધિ હલકી થાય, નેત્ર અને મુખ નિર્મળ થાય, સારા ઓડકાર આવે, અને જઠરાગ્નિમાં ઉષ્ણતા થાય, એવાં લક્ષણથી જાણવું કે રેગીએ ખાધેલું કે પીધેલું ઔષધ પચી ગયું છે.
ઉછાળા મારતા ઔષધનું લક્ષણ. क्लमहल्लाससदनं शिरोरुभ्रंशमेव च ।
उत्क्लेदो जायते यस्य विद्यादुत्क्रममौषधम् ॥
જે પુરૂષને ઓપધ ખાધા પછી થાક લાગે, ઓડકાર આવે, શરીર શિથિળ થઈ જાય, માથું દુખે, ઉમેથી પડી જવાય, મુખમાં પાણી છૂ ટવા માંડે, એ પુરૂષે ખાધેલા કે પીધેલા ઔષધને પાછો ઉછાળે થયો છે એમ જાણવું.
૧ હતા. 1 રૂ .
For Private and Personal Use Only