________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
હારીતસંહિતા.
ગરમ હાય ત્યારે રાત્રે વાતજ્વરવાળા રોગીએ પીવા, તેથી વાયુનું પાચન થઇને રોગીને સુખ થશે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત્તજ્વરમાં પાચન ક્વાથ,
निशा सनिम्बामृतवल्लिकाच धान्यं च विश्वा सगुडः कषायः । निशासु वा क्षीरमिदं सकलं पानं सपित्तज्वरपाचनाय ||
હળદર, લીંબડાની છાલ, ગળેા ( સૂકી હોય તે ખમણી લેવી, ) ધાણા, સુંઠ, એ પાંચ ઔષધ સમાન લેઈ તેમને આખાંપાખાં કચ રીને તેમાંથી ચાર તાલાના ક્વાથ કરીને રેગીએ સવારમાં પીવા. અથવા રાત્રે ગાયના દૂધમાં મરી નાખી ઉકાળીને તે દૂધ લગાર ગરમ હાય ત્યારે પીવું. એ બન્ને પિત્તજ્વરનું પાચન કરનારાં છે.
કફજ્વરમાં પાચન કવાથ.
वचा यवानी त्रिफला सविश्वाक्काथो निशायां कफजे ज्वरे वा । संपाचनं स्यान्मनुजस्य दोषे शूले प्रतिश्यायकपीनसेषु ॥
વજ્ર, યવાની અજમે, ત્રિકળા (હરડે, ખેડાં, આમળાં,) સુંઠ, એ ઔષધોને વાથ રાત્રે પીવાથી કફજ્વરમાં રાગીના શરીરમાં જે દોષ હોયછે તેનું પાચન થાયછે. તેમ શૂળ, સળેખમ, અને પીનસ, એ વ્યાધિ પણ એ ક્વાથી મટેછે.
સન્નિપાતજ્વરનું પાચન
शठीवचानागरकट्फलानां वत्सादनीधन्वयवासकानाम् । काथो हितः सर्वभवे ज्वरे च सम्पाचनं स्यान्मनुजे त्रिदोषे ॥
ષટ્ કર્યુ, વજ, સુંઠ, કાયળ, ગળા, ધમાસા, એ ઔષધોના ક્વાથ સર્વે દોષથી ઉત્પન્ન થયેલા ત્રિદોષવમાં હિતકર છે અને દોષનું પાચન કરનાર છે.
* વાયુ વગેરેના જ્વરમાં પાચન ક્વાથ કરતાં કેટલું પાણી શેષ રાખવું તે પાછળ બતાવ્યું છે માટે અહીં ફરીને કહ્યું નથી; જ્યાં કવાથ કેટલો પીવે એ પ્રમાણ ન બતાવ્યું હોય ત્યાં આશરે આઠ તાલા કવાથનું પાણી પીવું, એવા સામાન્ય નિયમ છે.
For Private and Personal Use Only