________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
૨૬૭
દુષ્ટ પદાર્થોના ગંધવાળ વાયુ લેવાથી, વાગવાથી, અથવા કોઈને શાપ લાગવાથી જવર નામે મહાભયાનક રોગ મનુષ્યને થાય છે.
જવરનાં પૂર્વરૂપ, श्रमो जडत्वं नयनप्लवः स्यात् रोमोद्गमो घुर्घरकं च जृम्भा। वैवर्ण्यता द्वेषसशोषतास्ये ज्वरस्य चाव्यक्तकलक्षणानि ॥
જે પુરૂષને વર આવવાને હોય તેને પ્રથમ શરીરે થાક લાગ્યા જેવું થાય છે, પછી શરીરમાં જડતા માલમ પડે છે, આંખે તેરે છે, શરીરનાં રૂવાં ઉભાં થાય છે, કંઠમાં ખાંશીને અવાજ થાય છે, બગાસું આવે છે, શરીરનો વર્ણ બદલાઈ જાય છે, તમામ પદાર્થોપર અપ્રીતિ થાય છે, અને મુખમાં શેષ પડે છે. એ સર્વે જ્યનાં સ્પષ્ટ લક્ષણ છે.
ચાર પ્રકારના જ્વરનાં સંક્ષિપ્ત લક્ષણે समीरणे च वै जम्भा कफादन्ने विषीदति । पित्तान्नयनसन्तापः सर्व वै सान्निपातिके ।
तस्मादृश्ये प्रतीकारं येन सम्पद्यते सुखम् ॥ વાયુથી ઉત્પન્ન થયેલે જ્વર હોય ત્યારે તાવવાળાને બગાસાં બહુ આવે છે; કફથી ઉત્પન્ન થયેલ હોય તે અન્ન ભાવતું નથી; પિત્તથી ઉત્પન્ન થયે હેય તે આંખે અગ્નિ બળે છે, અને સન્નિપાતથી ઉત્પન્ન થયેલ વર હોય તે સર્વે લક્ષણ થાય છે. હવે એ જવરેને ઉપાય કહું છું કે જેથી રોગીને સુખ થાય.
વાતજ્વરમાં પાચન કવાથ, वचा यवानी धनिका सविश्वं पिवेत् कषायं निशि सोष्णमेवम् । सपातिके वातरुजे ज्वराणा
सम्पाचनं स्यान्मनुजे सुखाय ॥ વજ, યવાની અજમે, ધાણા, સુંઠ, એ ચાર ઔષધ સમાન ભાગે લઈને તેને ચાર તેલા વજનને કવાથ કરવો. એ ક્વાથ લગાર
For Private and Personal Use Only