________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
જવરની વ્યાપકતા. तस्माद्वक्ष्यामि चादौ ज्वरमतुलगदं वाजिनां कुञ्जराणां मानुष्याणां पशूनां मृगमहिषखरोष्ट्रादिवानस्पतीनाम् । वल्लीनामोषधीनां क्षितिधरफणिनां पत्रिणां मूषकाणां एष प्राणापहारी ज्वर इति गदितो दुनिवारो हि लोके ॥
એ ત્રણ પ્રકારના વ્યાધિઓમાંથી હું પ્રથમ વરનું વર્ણન કરવું. જવરે એ સર્વથી મેટ રેગ છે. એ ઘોડાને હાથીને, મનુષ્યોને, પશુઓને, હરણને, પાડાઓને, ગધેડાઓને ઊંટ વગેરેને, વનસ્પતિને, વેલીઓને, ઓષધીઓને પર્વતને, સપને, પક્ષીઓને અને ઊંદરને, એ સર્વને થાય છે. એ સર્વના પ્રાણને હરનારે જે રોગ જ્વર નામને કહેવાય છે તે લોક્માં દુર્નિવાર છે.
વરની જાતિ પરત્વે અસાધ્યતા. असाध्योऽयं ज्वरो व्याधि!महिष्यश्वकुञ्जरे। किञ्चित्कृच्छ्रतमो नृणामन्येषां जीवघातकः ॥
બળદ, પાડા, ઘડા અને હાથી, એ પ્રાણીઓને થયેલો વર નામે રેગ અસાધ્ય છે; મનુષ્યોને એ રેગ કષ્ટસાધ્ય છે, પરંતુ બીજા પ્રાણીઓને તે તે જીવ લેનારો વ્યાધિ છે.
જવરનું બળવાનપણું, यथा मृगाणां मृगयुबलिष्ठस्तथा गदानां प्रवलो ज्वरोऽयम् । नान्योऽपि शक्तो मनुजं विहाय सोढुं भुविप्राणभृतःसुराद्याः॥
અથ શરણમ્ ! જેમ હરણેમાં તેને શિકાર કરનારે સિંહ બળવાન છે તેમ બધા રોગમાં તવ બળવાન છે. દેવ વગેરે સમગ્ર પ્રાણ ધારણ કરનાર છમાં મનુષ્ય શિવાય એ તાવને સહન કરવાને બીજો કોઈ શક્તિમાન નથી.
મનુષ્ય જવરને સહન કરે છે તેનું કારણ कर्मणा लभते यस्माद्देवत्वं मानुषो दिवि । ततश्चैव च्युतः स्वर्गान्मानुष्यमभिवर्तते ॥
For Private and Personal Use Only