________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
હારીતસંહિતા.
ઝેર જેમ લગાર જેટલું છતાં પણ તે તીવ્ર હેય છે, સાપ ના. છતાં પણ તે ભયંકર હોય છે, અગ્નિને તણખે સૂક્ષ્મ છતાં પણ તે મેટી વસ્તુઓને બાળી નાખવાને સમર્થ છે, તેમજ રોગપણ માને છતાં શત્રુ જેવો દુઃખકર છે.
રેગ ફેલાતાં પહેલાં તેનો ઉપાય કરે, यावत् स्थानं समाश्रित्य विकारं कुरुते गदः ।
तावत्तस्य प्रतीकारः स्थानत्यागाद्वलीयसः॥ રોગ જ્યાં સુધી તેના સ્થાનમાં રહીને વિકાર કરતે હેય ત્યાં સુધી તેને પ્રતિકાર કરે; કેમકે પોતાનું સ્થાન છેડીને જ્યારે રોગ આખા શરીરમાં પસરે છે ત્યારે તે બળવાન થયેલા રોગને પ્રતીકાર કરે કઠણ થઈ પડે છે.
વ્યાધિના પ્રકાર कर्मजा व्याधयः केचिदोषजाः सन्ति चापरे ।
सहजाः कथिताश्चान्ये व्याधयस्त्रिविधा मताः॥ .. કેટલાક વ્યાધિ પૂર્વે કરેલાં કર્મના બળથી ઉત્પન્ન થાય છે તેમને કર્મજ વ્યાધિઓ કહે છે, કેટલાક વ્યાધિઓ વાતાદિ દેષ કોપવાથી થાય છે તેમને દોષજ વ્યાધિઓ કહે છે અને કેટલાક જન્મ થવાની સાથે વ્યાધિ ઉપજે છે તેમને સહજ વ્યાધિઓ કહે છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના વ્યાધિઓ છે.
ત્રણ પ્રકારના વ્યાધિનાં લક્ષણ, बहुभिरुपचारैस्तु ये न यान्ति शमं ततः। ते कर्मजा समुद्दिष्टा व्याधयो दारुणाः पुनः। दोषजा वातपित्ताद्याः सहजाः क्षुत्तषादयः॥
જે વ્યાધિ ઘણા ઉપચાર કરવાથી પણ શમતા નથી તેમને કમજ વ્યાધિઓ કહે છે; એ વ્યાધિઓ મહા દારૂણ છે. વાત, પિત્ત, કફ, દિષ, ત્રિદોષ, વગેરેથી થયેલા વ્યાધિઓ જ જાણવા અને ભૂખ, તરસ, વગેરે વ્યાધિઓ સહજ જાણવા.
For Private and Personal Use Only