________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પહેલે.
૨૫૫
૧
,
,
- જવરવાળાને અન્ન ખાવાની રૂચિ ન હોય તથાપિ હિતકારક અન્ન તે તેણે ખાવું જ જોઈએ. કેમકે ખાવાને વખતે જે ખાતા નથી તેના શરીરની શક્તિ કમી થઈ જાય છે અને વખતે તેથી મરી પણ જાય છે. અન્ન ન ખાવાથી શરીર ક્ષીણ થઈ જાય છે અને તેથી રેગ કષ્ટસાધ્ય થાય છે કે વખતે અસાધ્ય પણ થઈ જાય છે. એટલા માટે રેગીને અન્ના ખાવા આપીને તેના બળનું રક્ષણ કરવું; કેમકે શરીરમાં બળ હોય તે જ જીવિત ટકી શકે છે.
લંઘન કરાવેલા રેગીને અન્ન આપવાને વિધિ लविते चैव दोषे च यवागूपानमाचरेत् ।
शालिषष्टिकमुद्नं च यूषं शस्तं वदन्ति हि ॥
જે રોગીના વાતાદિક દોષ પકવ કરવાને તેને ઉપવાસ કરાવ્યા હોય તેને ઉપવાસને અવધિ પૂરે થયે વાગૂ પીવાને આપવી અથવા સાકીચોખા અને મગને યુષ પીવાને આપે તે હિતકર છે.
મધ્યયંતિનો અન્ન વિધિ. पञ्चकोलकसंसिद्धा यवागूमध्यलचिते । भवेत् प्रशस्ता सततं तस्य सन्तर्पणं हितम् ॥
પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક અને સુંઠ, એ પાંચને પંચકેલ કહે છે. એ પંચકેલને આખાં પાનાં ખાંડીને તેને ક્વાથ કરે એ કવાથમાં મગ ચોખાની યવાગૂ રાંધવી. મધ્યયંધિતને એ યવાગૂ પીવાને આપવી; કેમકે એવી યવાગૂ તેને સદા હિતકર છે. તેમજ તેને સંતર્પણ કવાથ આપ. (અથવા ધાતુઓને વત કરનારી બીજી ક્રિયા પણ તેને હિતકર છે.)
કલમ (ખે) શાંતિને વિધિ. - आज दुग्धं गुडोपेतं पानाय ज्वरशान्तये ।
तेन क्लमविनाशः स्यात् सुखमाशु प्रपद्यते ॥ જવરવાળાને શરીરે ક્લમ (ખેદ-ગભરામણી થાય છે. એમ થાય ત્યારે તેને બકરીનું દૂધ અને ગોળ પીવાને આપવા; તેથી જવર પણ શાંતા પડે છે, અને ક્લમ પણ નાશ પામે છે. તથા રોગીને તરત જ સુખ ઉપજે છે.
For Private and Personal Use Only