________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
હારીતસંહિતા.
તેલમાં તળેલો પાપડ વાતાદિ દોષથી થયેલા વરને દૂર કરનાર છે. વળી તે રૂચિ ઉત્પન્ન કરનાર, બળ આપનાર તથા દાહ, શેષ અને તરસને દૂર કરનાર છે.
અંડાકીના ગુણ शण्डाकी गुरुसंस्निग्धा दुर्जरा 'चातिशीतला । पित्तश्लेष्मकरा बल्या धातूनां च बलप्रदा॥ રાઈ, મૂળાનાં પાંદડાંનું પાણી, સરસિયું તેલ, ચોખાને લેટ, એ સર્વ એકઠાં કરીને તેમાં પાણી નાખીને તેને ખાટું થવા દેવું. એ ખટાઈને સંડાકી કહે છે. અંડાકી ભારે, સ્નિગ્ધ (ચીકણી), પાચન થવાને કઠણ, અતિશય ઠંડી, પિત્ત તથા કફને ઉત્પન્ન કરનારી, બળ આપનારી અને ધાતુઓને બળ આપનારી છે.
વડીઓના ગુણ, दुर्जरा मधुरा रुच्या वटिका माषकादिभिः॥
ફત ટિલાળા: આ અડદ વગેરેની વિડીઓ કરી હોય તે પાચન થવામાં કઠણ, મધુર અને રૂચિ ઉપજાવનારી છે.
શ્રીખંડના ગુણ गुडदधिप्रमृदिता हिता शिखरिणी नृणाम् । धातुवृद्धिकरा वृष्या वातपित्तविनाशिनी ॥
इति शिखरिणीगुणाः। ગોળ અને દહીં એકઠાં ચોળીને જે શ્રીખંડ બનાવ્યો હોય તે શ્રીખંડ પુરૂષને હિતકર છે. વળી તે ધાતુની વૃદ્ધિ કરનાર, વીર્યજનક તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે.
૧ કુ. ૦ ૧
.
For Private and Personal Use Only