________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
હારીતસંહિતા.
આત્રેય કહે છે:–જે પુરૂષને જે નક્ષત્રમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે તે નક્ષત્ર ઉપરથી તે વ્યાધિ સાધ્ય છે કે અસાધ્ય છે કે યાપ્ય તે તને કહું છું, હે પુત્ર તે તું સાંભળ.
યમઘંટાગ, आदित्ययोगेन मघा विशाखा चन्द्रेण युक्ता कुज आया तु । मूलं प्रबुद्धे गुरुकृत्तिका च शुक्रेण रोहिण्यसितेन हस्तः ॥
एतान् वदन्ति निपुणा यमघण्टयोगात् व्याधिप्रपन्नमनुजो यदि पुण्ययोगात्। जीवेद् यदा कथमसौ यमदंतयन्त्र
घोरान्तरालपतनेन कथं सुखं स्यात् ॥ રવિવારે મઘા,સોમવારે વિશાખા, મંગળવારે આદ્ધ, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રોહિણી, અને શનિવારે હસ્ત, એ પ્રમાણે નક્ષેત્રો આવે, ત્યારે બુદ્ધિમાન પુરૂષ તેને યમઘંટ યોગ કહે છે. એ યમઘંટ યુગમાં વ્યાધિને જેને આરંભ થયો હોય તેવા રોગી જીવે નહિ; અને કદાપિ પુણ્યબળથી જીવે તેપણ ભયંકર એવી યમની દાઢની વચ્ચે પડે તે રોગી સુખી તે શાનો જ થાય? અર્થાત ઘણે દહાડા દુઃખ ભોગવીને પણ મરે.
• મૃત્યુયોગ, आदित्येनानुराधा वसति हिमरुचिश्चोत्तरासंप्रयुक्तो 'वारीशो भौमयुक्तो बुध इति तुरगीयुक्त एतत् सुखं न । देवाचार्योमृगाख्ये शुभगणसहितेऽश्लेषया शुक्रसंशो हस्तो मंदेन युक्तो न तु वदति शुभं शास्त्रविन्मृत्युयोगे॥
____ इति मृत्युयोगः। રવિવારે અનુરાધા, સેમવારે ઉત્તર, મંગળવારે શતભિષા, બુધવારે અશ્વિની, ગુરૂવારે મૃગશિર, શુક્રવારે આશ્લેષા, શનિવારે હસ્ત,
* જે વ્યાધિ કેવળ મટાડી શકાય નહિ પણ ઘણે દર ઓછો કરી શકાય અથવા જેનું બળ નરમ પાડી શકાય તેને “યાખ્ય' કહે છે. १ भौमः सप्तर्षियुक्तो. प्र. १-३. २ कालयोगं च जायेत. प्र० २.
For Private and Personal Use Only