________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
હારીતસંહિતા.
*
*
*
આત્રેય કહે છે – હે પુત્ર! (સ્વમના યોગથી) અરિષ્ટનું જ્ઞાન હું તને યથાર્થ રીતે સક્ષેપમાં કહું છું તેમજ તેના પ્રતીકારરૂપ ઔષધ પણ કહું છું.
ફળ ન આપે તેવાં સ્વપ્ત, वातिकः पैत्तिकश्चैव भयाद्धीनबलादपि ।
मूत्रान्विष्टे सचिते च षट्स्वप्नानि च वर्जयेत् ॥ વાયુના યોગથી, પિત્તના વેગથી, ભયથી, બળ કમી થઈ જવાથી, અને પિશાબ ભરાઈ આવવાથી, એવાં છે કારણથી જે સ્વ આવે છે તે ફળ આપતાં નથી માટે તેમને મિથ્યા જાણીને તજવાં. અર્થાત એ છે કારણ સિવાય જે સ્વપ્ર ઉપસ્યું હોય તે સ્વમ આ ગ્રંથમાં કહેલું ફળ આપે છે એમ જાણવું.
સ્વપને ફળ આપવાને કાળ, संवत्सरेण फलदो हि भवेनिशायां 'यामे प्रियः प्रथम एव शुभाशुभस्य । स्याद्वत्सरार्द्धमिति याम अथ द्वितीये मासत्रयेण फलदो भवति तृतीये ॥ निशावसाने प्रवदन्ति केचिदशाहकः स्यात् फलदो मनुष्ये । वर्ष दिनस्यान्तमुशन्ति सन्तः
पाण्मासिको मध्यदिने प्रदिष्टः ॥ જે સ્વમ રાત્રીના પહેલા પહેરમાં આવ્યું હોય તે સ્વમ સારું કે માઠું ફળ એક વર્ષે આપે છે. રાત્રીના બીજા પહેરમાં સ્વપ્ર થયું હોય તો તે છ મહિને ફળ આપે છે. ત્રીજા પહોરમાં આવેલું સ્વમ ત્રણ મહિને ફળ આપે છે. રાત્રીના અંતમાં આવેલું સ્વમ મનુષ્યને દશ દિવસમાં ફળ આપે છે એવું કેટલાકનું મત છે. વળી ઉપર જે વર્ષ કહ્યું છે તે દિવસને અંત સમજ. અર્થાત સાયંકાળે એક વર્ષ પૂરું થયું એમ ડાહ્યા પુરૂષો માને છે અને તેજ પ્રમાણે દિવસના મધ્યભાગને છ મહિના માને છે.
१ यामे तु दष्टः प्रथमे फलदो शुभस्य. प्र. १-३.
For Private and Personal Use Only