________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
હારીતસંહિતા.
વરનું સાતમું અરિષ્ટ, हिक्कावासपिपासात मूढं विभ्रान्तलोचनम् ।
सन्ततोच्छासिनं क्षीणं नरं क्षपयति ज्वरः ॥ જે પુરૂષ હિકા, શ્વાસ અને તરસવડે પીડાતે હોય, જે પુરૂષ મૂઢ અને ભ્રમિત નેત્રવાળો હોય, જે પુરૂષને નિરંતર શ્વાસ ચાલતો હોય, તથા જે પુરૂષનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તે પુરૂષનો તાવ મૃત્યુ ઉપજાવે છે.
જવરનું આઠમું અરિષ્ટ, आविलासं प्रताम्यन्तं तन्द्रायुक्तमतीव च । क्षीणशोणितमांसं च नरं नाशयति ज्वरः॥
જે પુરૂષનાં નેત્ર મલિન થયાં હય, જે દુઃખથી અકળાઈને આ કુળ વ્યાકુળ થતું હોય, જેને અતિશય તંદ્રા (ઘેન) ઉપજતું હોય, જેનું રૂધિર અને માંસ ક્ષીણ થઈ ગયું હોય, એવા તાવવાળા રેગીને તાવ નાશ કરે છે.
જવરનું નવમું અરિષ્ટ, घनं निष्ठीवनं नेत्रं प्लावारोचकपीडितम् ।
अन्तर्दाहोऽसिता जिह्वा शीघ्रं नाशयति ज्वरः॥
જે મનુષ્યનું ઘૂંક બહુ જાડું હૈય, નેત્ર જવરમાં ડૂબેલાં રહેતાં હૈય, જે અરૂચિથી પીડાયેલ હોય, જેને શરીરના અંદરના ભાગમાં દાહ થત હોય, જેની જીભ કાળી થઈ ગઈ હોય, એવા રોગીને તાવ ડાક વખતમાં મરણ પમાડે છે.
દારૂણ ઉપદ્રવરૂપ અરિષ્ટ यस्यैकोपद्रवस्यार्तेः शाम्यता नोपदृश्यते । दारुणोपद्रवश्चान्यो भूयिष्ठं बहुरूपवान् । तेन मृत्योर्वशं याति सिद्धिं नेच्छति दारुणः॥
જે એક ઉપદ્રવ થયો હોય તેની પીડા શમી ન હોય એટલામાં કોઈ મેટે અને ઘણા રૂપવાળો (ઘણું લક્ષણવાળે) ઉપદ્રવ ઉપજે,
For Private and Personal Use Only