________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય ચોથે.
૨૦૫
જ્વરેરેગીનું ત્રીજું અરિષ્ટ, बहुमूत्री बहुश्वासी क्षामोऽरोचकपीडितः।
हतप्रभेन्द्रियो यश्च ज्वरी शीघ्रं विनश्यति ॥
જે તાવવાળા પુરૂષને બહુ પેશાબ થતું હોય, ઘણે શ્વાસ થતો હેય, શરીર સૂકાઈ ગયું હોય, અરૂચિથી પીડાતા હોય, શરીરની કાંતિ નાશ પામી હોય અને ઇન્દ્રિયની શક્તિ નાશ પામી હોય, તે તાવવાળો રોગી ઉતાવળે નાશ પામે છે.
જવરગીનું ચોથું અરિષ્ટ, यस्यास्ये स्रवते रक्तं शिरोऽतिर्यस्य दृश्यते ।
अन्तर्दाहो बहिःशीतो ज्वरस्तु मृत्युमृच्छति ॥ જે રેગીના મુખમાં લેહી અવતું હોય તથા જેને માથાની વેદના થતી હોય, વળી તે સાથે જેને શરીરના અંદરના ભાગમાં દાહ થતો હોય અને જેનું શરીર બહારથી હું હોય, એ તાવવાળે રેગી મરણ પામે.
જ્વરગીનું પાચમું અરિષ્ટ यस्ताम्यति विसङ्गस्तु शेते विपतितोऽपि वा।
शीतादितोऽन्तरुष्णश्च ज्वरेण म्रियते नरः॥
જે રેગી એક અથવા અવયવોને છૂટા પસારીને પડેલ હોય તથા દુઃખ પામતે હય, અથવા ગમે તે સ્થિતિમાં પડી રહે તે હેય, અથવા બહારથી ટાઢવડે પીડાતા હોય અને અંદરથી ગરમીવડે પીડાતે હેય, એ તાવવાળો પુરુષ મરણ પામે.
વરનું છઠું અરિષ્ટ. यो हृष्टरोमा रक्ताक्षो हृदि सङ्घातशूलवान् । नित्यं च वक्त्रेणोच्छासः स ज्वरो हन्ति मानवम् ॥
જે પુરૂષનાં રૂવાં ઊભાં થતાં હોય, આંખ રાતી થતી હોય, છાતીમાં કફને હુ બાઝીને શૂળ આવતું હોય, અને નિરંતર મુખવડે શ્વાસ લેતે હોય, એ જવરના રેગવાળો પુરૂષ મૃત્યુ પામે.
For Private and Personal Use Only