________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચોથે.
૨૦૮
જે ક્ષયરેગીનું શરીર ધાતુ રહિત થઈ ગયું હોય, જે સોજો અને શ્વાસ એ બે ઉપદ્રવથી પીડાતા હોય, જેને ખાવા બહુ જોઈતું હોય તથા જેને પ્રત્યેક વસ્તુને કંટાળો ઉપજતે હેય તે ક્ષયરેગી મૃત્યુ પામે.
શ્વાસ રેગીનું અરિષ્ટ हकारः शीतलो यस्य फूत्कारस्योष्णता भवेत् ।
शीघ्रनाडी न निर्वाहः शीघ्रं याति यमालयम् ॥ શ્વાસ લેતી વખતે જે શ્વાસ પાછો ખેંચવામાં આવે છે તે ઠંડે હોય તથા જે શ્વાસ છોડવામાં આવે છે તે ગરમ હોય, નાડી ઉતાવળે ચાલતી હોય તથાપિ તેનું વહન નિયમિત ન થતું હોય તે તે પુરૂષ ઉતાવળે જમલોકમાં જાય છે.
શ્વાસ રોગીનું બીજું અરિષ્ટ अङ्गकम्पो गतेर्भङ्गो मुखं वा कुङ्कमप्रभम् ।
उच्चारे च भवेद्वायुः स च याति यमालयम् ॥ જે રેગીનું શરીર કંપતું હોય, જેની ગતિને ભંગ થયો હોય, જેનું મુખ કંકુના સરખું રાતું થઈ ગયું હોય અને મુખમાંથી જે વાયુના ડુંફાટા મારતે હૈય, તે રોગી જમપુરમાં જાય.
લાંબા મંદવાડનાં અષ્ટિ, चिरं प्रवृद्धरोगस्तु भोजनेऽप्यसमर्थकम् । भग्नगात्रमुपेक्षेत भेषजोऽप्यरहस्यकम् । एतादृशं नरं ज्ञात्वोपचारः क्रियते बुधैः॥
જે રોગીને ઘણા કાળથી રોગ વધતે હેય તથા જે ભેજન કરવાને પણ અશક્ત હોય, જેનાં અંગ ભાગી ગયાં હોય તથા જેને ઔષધની પણ ટાંકી લાગતી ન હોય, એવા રેગીની વૈધે ઉપેક્ષા કરવી. અર્થાત તેની ચિકિત્સા કરવી નહિ. એવા પુરૂષને જોઈને ડાહ્યા વૈધ સારી રીતે તેની પરીક્ષા કર્યા પછી જ તેના ઉપચાર કરવા માંડે છે.
For Private and Personal Use Only