________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૬.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
અન્નના ગુણાને ઉપસંહાર,
अन्यानि चान्नपानानि नैवोक्तानि महामते ! | ग्रन्थविस्तर भीरुश्च लोको नो वाचनक्षमः ॥ इति अन्नवर्गः ।
હું મેટી બુદ્ધિવાળા પુત્ર! ઉપર જે અન્નપાન કહ્યાં છે તે વિના બીજાં ધાક પ્રકારનાં અન્નપાન છે પણ તે સર્વેના ગુણદોષનું અહીં કથન કર્યું નથી; કેમકે તેમ કરવાથી ગ્રંથ મોટા વધી જાય એવા મને ભય છે તથા ( હમણાના) લોકો પણ એવડો મોટો ગ્રંથ વાંચવાને શક્તિમાન નથી.
થાકેલા પુરૂષને ભાજનના નિષેધ,
श्रमात भोजनं यस्तु पानं वा कुरुते वरः । ज्वरः संजायते तस्य छर्दिर्वा तत्क्षणाद्भवेत् ॥
જે પુરૂષ થાકેલા હાઇને ભાજન કરેછે અથવા પાણી વગેરે પીએછે, તે પુરૂષને તાવ ઉત્પન્ન થાયછે અથવા તત્કાળ ઉલટી થાયછે. ભાજન કર્યા પછી કસરત આદિને નિષેધ,
कृत्वा तु भोजनं सद्यो व्यायामं सुरतं तथा । यः करोति विपत्तिः स्यात्तस्य गात्रस्य निश्चितम् ॥
જે પુરૂષ ભોજન કરીને તરતજ કસરત કરેછે અથવા મૈથુન કરેછે, તે પુરૂષના શરીરને રાગાદિ વિષત્તિ પ્રાપ્ત થાયછે એમાં સંદેહ નથી.
ઉંડા અને ગરમ ભાજનના નિષેધ,
न चातिशीतं भुञ्जीत नात्युष्णं भोजने हितम् । कुर्याद्वातकफ शीतमुष्णं भवति सारकम् ॥
ભાજનમાં અતિશય ઠંડુ અન્ન ખાવું નહિ, તેમ અતિશય ગરમ અન્ન પણ હિતકારી નથી માટે તેપણ ખાવું નહિ. અતિ ઠંડુ અન્ન ખાવાથી તે વાયુ અને કફ ઉત્પન્ન કરેછે તથા અતિ ગરમ અન્ન ફ્રેંચ ઉત્પન્ન કરેછે.
For Private and Personal Use Only