________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हारीतसंहिता.
મંડના ગુણ
पंचकोलकधान्याकैर्युक्तो रास्नान्वितः पुनः । मण्डत्रिदोषशमनो ज्वराणां पाचनः परः ॥ इति मण्डगुणाः ।
ચૌદગણા પાણીમાં ચોખા નાખીને તેનું જાવલું કરવું તેને મંડ કહેછે. એ મંડમાં પીપળ, પીંપળીમૂળ, ધાણા અને રાસના નાખીને તે પીધો હોય તે તે ત્રિદોષને શમાવે છે તથા જ્વરનું પાચન કરવામાં ઉત્તમ છે.
પાકના ગુણ,
पायसं गुरु विष्टम्भजननं श्लेष्मवातलम् । पित्तसंशमनं बल्यं वृष्यं श्रेष्ठं रसायनम् ॥
इति पायसगुणा: ।
દૂધપાક ભારે, મળને થંભાવનાર, અને વાયુ ઉપજાવનાર, પિત્તને શમાવનાર, બળ આપનાર, પુષ્ટિ કરનાર અને જરા તથા વ્યાધિને હરનાર શ્રેષ્ઠ રસાયન છે.
ખીચડીના ગુણ
गुरुर्विष्टम्भजननो वातश्लेष्मकरः स्मृतः । पित्तसंशमनो बल्यो वृष्यश्चैव बलप्रदः ॥ मुद्गतण्डुलसंयुक्तो मात्रमण्डुलवान् पुनः । अन्यथा धान्यगुणवान् लक्ष्यते च भिषग्वर ! ॥ तिलैश्च संयुतो हृद्यो धातुपुष्टिविवर्धनः । गुरुर्विष्टम्भमलकुद् दुर्जरः 'कृशरः स्मृतः ॥
इति कृशरगुणाः ।
ખીચડા અથવા ખીચડી ભારે, મળને અટકાવનાર, વાયુ તથા કને કાપાવનાર, પિત્તને શમાવનાર, વીર્ય ઉત્પન્ન કરનાર, પુષ્ટિ કરનાર અને બળ આપનાર, છે. એ ખીચડી મગ અને ચોખાની કરવામાં
१ श्लेष्मकोपनः प्र० १ ली.
For Private and Personal Use Only