________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જે નદીઓ હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે તે સર્વે પવિત્ર અને દેવ તથા ઋષિલોએ સેવેલી છે. વળી તે નક્કર પથરાઓ અને રેતીમાં વેહેનારી તથા નિર્મળ પાણીવાળી છે. તે નદીઓનું પાણી વાયુ તથા
ને નાશ કરે છે તથા થાક અને શેપને મટાડે છે. તે પાણું કાંઈક પિત્ત ઉત્પન્ન કરે છે તથાપિ ત્રિદોષને શમાવે એવું હોય છે.
મલયાચળની નદીઓના ગુણ, मलयप्रभवा नद्यः शीततोयामृतोपमाः। प्रन्ति वातं च पित्तं च शोषभ्रमश्रमापहाः॥
જે નદીઓ મલયાચળમાંથી ઉત્પન્ન થયેલી છે તે સર્વે શીતળ પાણી વાળી અને અમૃત સરખી હોય છે. તેમનાં પાણી વાયુ અને પિત્તને નાશ કરે છે તથા શપ, ભ્રમ અને થાકને દૂર કરે છે.
ગંગામાં મળનારી નદીઓનાં નામ તથા ગુણ, गङ्गा सरस्वती शोणो यमुना सरयू शची। वेणा शरावती नीला उत्तरे पूर्ववाहिनी ॥ हिमवत्प्रभवा ह्येता हिमसम्भवशीतलाः। समाः सर्वगुणैनद्यो वातश्लेपमहरा नृणाम् ॥ आसां नवशतैर्युक्ता गङ्गा प्रोक्ता मनीषिभिः । तथा चर्मण्वती वेत्रवती पारावती तथा ॥ ગંગા, સરસ્વતી, શોણનંદ, યમુના, સ, શગી, વેણુ, શરાવતી, અને નીલા, એ નદીઓ ઉત્તર દેશને વિષે પૂર્વ દિશામાં વહન કરનારી છે. એ સર્વ હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે તથા હિમાલયમાંના હિમ (બરક) માંથી નીકળેલી હેવાથી શીતળ હોય છે. એ સર્વે નદીઓ સર્વ ગુણોમાં સમાન છે તથા મનુષ્યના વાયુ અને કફને હરનારી છે. એ નદીઓમાંની નવસે નદીઓથી યુક્ત થયેલી ગંગા નદી છે એમ બુદ્ધિમાન પુરૂષનું કહેવું છે.
સિંધુમાં મળનારી નદીઓ તથા તેમના ગુણ क्षिप्रा महानदी पीता मत्स्यकन्या मनस्विनी। शेवती शैवलिन्यश्च लिन्धुयुक्ताः समुद्रगाः॥
For Private and Personal Use Only