________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમે.
તાંદળજાના ગુણ, स्वादुपाकमसृपित्तविषघ्नं तण्डुलीयकम् । તાંદળજે પાચન થતી વખતે મધુર, રક્તપિત્તને મટાડનાર તથા ઝેરને નાશ કરનાર છે.
કામુંદરાના ગુણ 'वातविइबंधविण्मूत्रग्रहकासारुचौ हितः ॥ मधुरः कफवातघ्नः पाचनः कण्ठशोधनः । विशेषतः पित्तहर इत्युक्तः कासमर्दकः॥
વાયુ કબજ થયો હોય, ઝાડો કબજ થયો હોય કે ઝાડે અને પિશાબ બન્ને કબજ થયા હોય, તેવા રોગ ઉપર કાસુંદર હિતકારક છે. વળી ખાંસી અને અરૂચીવાળાને પણ ફાયદાકારક છે. સુંદરે મને ધુર, કફવાયુને નાશ કરનાર, પાચન કરનાર, કંઠની શુદ્ધિ કરનાર, અને વિશેષ કરીને પિત્તને હરનાર છે.
જીવંતીના ગુણ, जीवन्ती वातकफकृत् पित्तसंशमनी तथा। જીવંતીનું શાક વાયુ તથા કફ ઉત્પન્ન કરે છે તથા પિત્તને શમાવે છે.
હાડિયાકર્ષણના ગુણ त्रिदोषशमनी वृष्या काकमाची रसायनी ॥
હાડિયાકર્ષણ ત્રિદોષને શમાવનારું, વિર્યજનક અને રસાયન (જરો વ્યાધિનાશક) છે.
બથવાના ગુણ, वास्तुकं मधुरं हृद्यं वातपित्तार्शसां हितम् । બથવાનું શાક મધુર, હૃદયને હિતકર, તથા વાયુ, પિત્ત અને અર્શ, એ રેગવાળાને હિત કરનારું છે.
ચલના ગુણ, तद्वच्चिल्ली तु विज्ञेया वातपित्तविकारिणाम् ॥ १ विविधवातविहन्ता मूत्रवातकफे हितः । प्र. १ ली.
For Private and Personal Use Only