________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ઓગણીશમે,
૧૪૩
સુરા અથવા મધના મુખ્ય ચાર પ્રકાર છે. ગેડી, માધ્વી, પછી અને નિર્માતા. ધાવડીનાં ફૂલ અને ગોળ વગેરેથી જે સુરા થાય છે તે ગૌડી કહેવાય છે. મહુડાનાં ફૂલ વગેરેમાંથી જે થાય છે તે માધ્વી કહેવાય છે. જવ વગેરે ધાન્યમાંથી જે બને છે તે પછી કહેવાય છે. અને તાડ વગેરે ઝાડમાંથી જે રસ ઝરપે છે તે નિર્વાસરૂપ સુરા કહેવાય છે. એ સુરાના વિશેષ ભેદ હવે કહિયે છિયે. સુરા અને સૌવીર (જવની કાંજી વગેરે) ના બાર ભેદ છે.
ગેડી સુરાના ભેદ, शीधु गौडी च मत्स्यण्डी गुडेन प्रभवास्त्रयः॥ ગળથી ઉત્પન્ન થયેલી સુરાના ત્રણ ભેદ છે. શીધુ, ગૌડી અને મટ્યુડી. સેરડીના રસને ખાટે કરીને જે સુરા બનાવે છે તેને શીધુ કહે છે. ગોળમાંથી બનાવેલી સુરાને ગૌડી, અને સાકરમાંથી બનાવેલી સુરાને મત્સ્યડી કહે છે,
માધી સુરાના ભેદ, माध्वीकं मधुकं माध्वं मधुना संयुताः सुराः। માધ્વીક, મધુક અને માધ્ય, એ ત્રણ માધ્વી સુરાના ભેદ છે. એ સુરામાં પુષ્પરસ મિશ્રિત હોય છે. એ ત્રણે જાતની સુરાઓ મહુડાના પુષ્પમાંથી બનાવે છે પણ બનાવટમાં ફેર હોવાથી ત્રણ જુદા પ્રકાર કથન કરેલા છે.
પિછી સુરાના ભેદ, पैष्टीप्वरिष्टजातं तु तण्डुलप्रभवास्त्रयः॥ પછી સુરામાં સધળા પ્રકારના અરિષ્ટનો સમાવેશ થાય છે, તથા ખા, જવ, વગેરેમાંથી બનાવેલી સુરાને પણ સમાવેશ થાય છે. જૂદી જૂદી બનાવટ ઉપરથી એના ત્રણ ભેદ છે.
* જૂદા જૂદાં ઔષધે કવાથ કરીને તેને યંત્રમાં નાખીને તેમાંથી જે મઘ કાઢવામાં આવે છે તેને પછી સુરા કહે છે.
For Private and Personal Use Only