________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૮
હારીતસંહિતા.
કેટલાંક પશુ ખરીવાળા, કેટલાંક શીંગડાંવાળા અને કેટલાંક નખવાળા છે. કેટલાંક શિકારી પશુ છે, કેટલાંક પાંખાવાળાં પ્રાણી છે, કેટલાંક માંલાંની જાતનાં પ્રાણી છે, કેટલાંક પેટે ચાલનારાં પ્રાણી છે, કેટલાંક જળચર પ્રાણી છે, કેટલાંક જળમાંજ જીવનારાં પ્રાણી છે, કેટલાંક ગામમાં અને કેટલાંક અરણ્યમાં રહેનારાં પ્રાણી છે, તેમજ કેટલાંક આનૂપ દેશમાં, કેટલાંક જાંગલદેશમાં અને કેટલાંક સાધારણ દેશમાં રહેનારાં પ્રાણી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીંગડાંવાળાં પ્રાણીઓ.
मृगरुरुरथचित्राङ्गास्तथा गण्डकाश्च वनगवयमहिष्याः शूकराद्याश्च येsपि । भवंति विविधवर्णाः शृंगिणी ग्रामवासा 'अपि गदितगजाद्याः शृंगिणी ग्रामकाद्याः ॥
હરિજી, રહિષ જાતને મૃગ, ચિત્રવર્ણનો મૃગ, ગેંડો, જંગલી સુવર, જંગલી પાડા, જંગલી ભૂંડ, એ સર્વે જંગલના શીંગડાંવાળાં પ્રાણી છે, (તેમાં સુવર અને ભૂંડ એ બે શીંગડાં વગરના છે). એ વિના ખાં કેટલાંક પ્રાણી જેએ ગામમાં વસેછે અને જેમને શીંગડાં છે તે જૂદા જૂદા વર્ણનાં હોયછે. તથા બકરા વગેરે શીંગડાંવાળાં પ્રાણી જે ગામમાં રહેછે તેમને પણ શીંગડાંવાળાં પ્રાણીઓના વર્ગમાં ગણેલા છે. ખરીવાળાં પ્રાણીઓ
शूकरच्छिकराद्याश्च खुरिणो वा भवन्त्यमी । સવર અને છીંકારાં વગેરે પ્રાણીએ ખરીવાળાં કહેવાયછે. નખવાળાં પ્રાણીઓ.
शशकाः शलकी गोधामार्जाराद्या नखायुधाः ॥ સસલા, શાહુડી, ઘા, બિલાડી, વગેરે નખરૂપી આયુધવાળાં પ્રાણી જાણવાં.
પેટે ચાલનારા પ્રાણીઓ. सर्पमत्स्यादिका ये च ते विज्ञेयाः सरीसृपाः ।
૧થે વનનાયાશ્ર. પ્ર. ૧ ૉ.
For Private and Personal Use Only