________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૬૩
ધાન્યમાં, માંસમાં, ફળમાં, શાકમાં, અને બીજા પદાર્થોમાં, આ પદાર્થ ખાવા લાયક છે અને આ પદાર્થ ખાવા લાયક નથી, એવા ભેને નિર્ણય વૈધે તે તે પદાર્થના સ્વાદ ઉપરથી તથા જે ભૂતમાંથી તે ઉત્પન્ન થયા હોય તે ભૂતોના ગુણ ઉપરથી કરવો અને પછી તે મોટી બુદ્ધિવાળા વૈધે તે દ્રવ્ય રેગીને ખાવાને આજ્ઞા આપવી.
શ્રેષ્ઠ ધાન્યની ગણના, षष्ठिका यवगोधूमा लोहिता ये च शालयः। मुद्गाढकी मसूराश्च धान्येषु प्रवराः स्मृताः॥ સાઠી ચેખા, જવ, ઘઉં, રાતી ડાંગર, મગ, તુવેર અને મસૂર, એ સઘળાં ધાન્યોમાં શ્રેષ્ઠ કહેલાં છે.
માંસ ખાવા જેવાં શ્રેષ્ઠ પ્રાણીઓ एणः कुरंगो हरिणस्तित्तिरो लावकस्तथा। कुकुट छागशशका अष्ट मांसं गुणोत्तमम् ॥
એણ ( કાળું હરણ), કુળ (કાળું નહિ અને રાતું પણ નહિ એવું હરણ), હરણ (રાતા રંગનું), તેતર, લાવ, કકડ, બકરે, અને સસલે, એ આઠ પ્રાણીનું માંસ ગુણમાં ઉત્તમ છે.
શ્રેષ્ઠ ફળની ગણના. दाडिमामलकं द्राक्षा खर्जूरं सपरूषकम् ।
राजादनं मातुलिंगं फलवर्गेषु शस्यते ॥ દાડિમ, આમળું, દ્રાક્ષ, ખજૂર, ફાલસા, રાયણ, બીજોરું, એ સાત ફળ ફળવર્ગમાં ઉત્તમ છે.
ઉત્તમ શાકની ગણના कोशातकं च तुंडीरं कूष्माण्डं त्रपुषं तथा। कर्कोटकं सताकं पटोल कारवेल्लकं ॥
સઘળા પદાર્થોની ઉત્પત્તિ પૃથ્વી આદિક પાંચ ભૂતમાંથી માનેલી છે અને તેથી તે તે ભૂતન ગુણ તે તે પદાર્થમાં આવે છે એમ પણ માનેલું છે. પ્રત્યેક પદાર્થમાં ઘડા વત્તા અંશ પાંચે ભૂતના હોય છે પણ જેને અંશ ઘણું હોય તે ભૂત ગુણ તે પદાર્થમાં કહેવામાં આવે છે.
For Private and Personal Use Only