________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાળમે,
કહેછે. તેનાં કુળ ત્રણે દોષને શમાવે છે એમાં સંદેહ નથી, અને તેથી તે તાવવાળાને હિતકારક છે.
વંત્યાકના ગુણ,
निद्राकरं प्रीतिकरं गुरु स्यात्सवातलं 'कासविकारहारि । श्रेष्ठं सुवीर्य च तथा च कृष्णं श्वेतं विदाह्यं त्वचि दोषकारि ॥ क्षुधाकरं मारुतमर्दनं च वृन्ताकमेकं गुणसम्प्रयुक्तं ।.
૧૨૯
કાળાં અને ધોળાં એ પ્રકારનાં વંલાક (રીંગણા) થાયછે. એ બન્નેવંત્યાકમાંથી ફાળાં વંત્યાક નિદ્રા ઉત્પન્ન કરનારાં, પ્રીતિ (અર્થાત્ રૂચિ ) ઉપ જાવનારાં, ભારે, વાયુજનક, અને ખાંસીના વિકારને નાશ કરનારાં છે. વળી તે સારાં અને બળવાન છે. ધોળાં વૈયાક દાહજનક તથા ત્વચામાં રોગ ઉત્પન્ન કરનારાં છે. સામાન્યતઃ વંત્યાક ભૂખ લગાડનારાં અને વાયુને હણનારાં છે. એવી રીતે એક વંત્યાક અનેક ગુણવાળું છે.
રીંગણાંના ગુણ
तथैव बृहतीफलमेव शस्तं सन्दीपनं स्यात् कफवातनाशनम् । कण्डूविसर्पज्वरकामलानां तथारुचौ शस्तमिदं वदन्ति ॥
મેટાં ગેાળ રીંગણાં જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારાં અને ફક્ તથા વાયુને નાશ કરનારાં છે. તેથી હિતકર છે. વળી તે ખસ, રતવા, તાવ, ફમળે અને અરૂચિ, એટલા રાગોને નાશ કરેછે માટે તે રોગવાળાને પણ હિતકર છે એમ કહેછે.
ભારીંગણીના ગુણ.
फलानि च क्षुद्रिकाणां कटुतिक्तलघूनि च । कंडुकुष्ठकृमिघ्नानि कफवातहराणि च ॥
બારીંગણીનાં ફળ તીખાં, કડવાં અને નાનાં હેાયછે. તે કુળનું શાક ખસ, કોઢ, તથા કૃમિને નાશ કરનારૂં તથા ક અને વાયુને હરનારૂં છે
For Private and Personal Use Only
१ कासविकारकारि. प्र. १ ली. २ सुदीर्घे कफवर्धनं च सश्वासकासारવિવર્ષનું ૬. મ. ૧ સી. રૂમ હૈ ટી. મ. ૧ ીમાં નથી.