________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦.
હારીતસંહિતા.
ચૂનાના તથા તાંબૂલના ગુણ चूर्णकं पित्तहृत् तीक्ष्णं ताम्बूलं कफवातजित् ॥ संयोगात् सुरसं स्वादु मुखवैरस्यनाशनम् । दन्तस्थैर्यकरं शोषपीनसामयशान्तिकृत् ॥ रागपाटवसंशुद्धिस्वरकान्तिकरं मतम् । कण्ट्यं रुच्यमुरस्यं च फलकपूरसंयुतम् ॥
इति सचूर्णताम्बूलगुणाः। અને પિત્તને નાશ કરનારે તથા તીણ છે. તાંબૂલ (પાનનું બીડું) કફ અને વાયુને નાશ કરનારું છે. કાશે, ચુનો, સોપારી, વગેરેના સંગથી તાંબૂલ સારા રસવાળું, મધુર અને મુખની વિરસતાને નાશ કરનારું થાય છે. વળી તે દાંતને સ્થિર કરે છે અને શેષ તથા પીનસરોગની શાંતિ કરે છે. ફળ અને કપૂર સહિત તાંબુલ મુખને રંગ આપે છે, ઇયિને ચપળતા આપે છે, કંઠ વગેરેની શુદ્ધિ કરે છે, સ્વરને સુધારે છે, કાંતિ આપે છે, કંઠને ફાયદો કરે છે, રૂચિ ઉત્પન્ન કરે છે અને દયને હિત કરે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे फलवर्गो नाम सप्तदशोऽध्यायः ।
अष्टादशोऽध्यायः।
મધુ વર્ગ, अतो वक्ष्यामि माक्षीकं त्रिविधं शृणु पुत्रक!। भ्रामरं सारचं क्षौद्रं तेषां वच्मि गुणागुणम् ॥
હે પુત્ર! હવે હું તને મધના ગુણદોષ કહું છું તે તું સાંભળ. મધ ત્રણ પ્રકારનું છે. વનના ભમરા જે મધ કરે છે તે ભ્રામર અથવા ભમરિયું મધ કહેવાય છે. સરધા નામની મધમાંખોએ કરેલા મધને સારઘ અથવા મહુડિયું મધ કહે છે. અને ઝીણું મધમાંખોએ ઝાડના
For Private and Personal Use Only