________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
હારીતસંહિતા.
મૂળાના ગુણ 'मूलकं गुरु विष्टंभि तीक्ष्णोष्णं च त्रिदोषकृत् । स्विन्नं त्रिदोषजिद्वालं मूलकं व्रणिनां हितम् ॥
મૂળા ભારે, મળને રોકનાર, તીક્ષણ, ગરમ અને વાયુ, પિત્ત તથા કફના દોષને ઉત્પન્ન કરનારા છે. એ મૂળા રાંધેલા હોય ત્યારે વિદેષને મટાડનાર છે. કોમળ મૂળા, ત્રણવાળા રેગીઓને હિતકર છે.
જાણીતા કંદનું અર્થન, अन्ये ये शातकन्दाश्च ते न प्रोक्ता मयानघ। હે પાપરહિત પુત્ર! એ વગર બીજા જે જાણીતા કંદ છે તેમના ગુણ પણ જાણીતા છે માટે મેં (ગ્રંથવિસ્તાર ભયથી) અહીં કહ્યા નથી.
સૂરણકંદની શ્રેષ્ઠતા, सर्वेषां कन्दशाकानां सूरणः श्रेष्ठ उच्यते ॥ दीपनोऽस्तिथा गुल्मक्रिमिप्लीहविनाशनः ।
दद्रूणां रक्तपित्तानां कुष्ठानां न प्रशस्यते ॥ બધો કંદ શાકમાં સૂરણ સર્વેથી એક છે; કેમકે તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, અને અર્શ, ગુલ્મ, કૃમિ તથા પ્લીહાને નાશ કરે છે. જે રેગીઓને દાદર (દરાઝ) થઈ હોય, રક્તપિત્ત થયું હોય, કે કેઢ થયે હોય, તેમને સૂરણ હિતકર નથી.
દશાકનો ઉપસંહાર एते कन्दाः समाख्याताः श्रीमतां च भिषग्वर!॥ હે શ્રેષ્ઠ વૈધ! એ સર્વે કદી શ્રીમાન પુરૂષને માટે કહેલા છે અથત તે પુરૂષ તેને વિધિવત ઉપયોગ કરી શકે છે. એ કંદમાંના ઘણક મોંઘા હેવાથી ગરીબેને તે સુલભ નથી, એમ કહેવાનું તાત્પર્ય છે.
zત શાવ: ! इति आत्रेयभाषिते हारीतोत्तरे शाकवर्गो नाम षोडशोऽध्यायः ।
१ आ बे लीटी. प्रत. १ ली २ जीमां नथी.
For Private and Personal Use Only