________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
હારીતસંહિતા.
બીજોરીના કેશરના વિશેષ ગુણ, चेतोहारी रसेन प्रथयति कटुतामम्लतां याति पित्ते हृद्रोगानाहगुल्मश्वसनकफहरो 'प्लीहयकृतोश्च हन्ता ॥ वीर्यादासि कासग्रहणिमपहरत्यग्निकृद्गुल्महंता धत्ते रक्तं सपित्तं परिणतिसमये केसरो मातुलुंगे ॥
રૂતિ વાનપૂરગુણ: બીજેરાના કેશરને રસ મનને હરણ કરે એવે તે પિત્તને તીખું અને ખાટું કરે છે; દ્રોગ, પેટ ચડવાનો રાગ, ગુલ્મ, શ્વાસ અને કફ એટલા રંગને તે હરે છે, પ્લીહ અને યકૃતને તે નાશ કરે છે, તેનું વીર્ય એવું છે કે તેવડે તે અર્શ, ખાંસી, અને ગ્રહણીના રેગને હરે છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, અને ગુલ્મનો નાશ કરે છે. તેમજ તે
જ્યારે પાચન થઈ જાય છે ત્યારે પિત્તસહિત રાને ધારણ કરે છે અને થત રકતપિત્તને વધારે છે.
લીંબુના ગુણ निम्बुकं क्रिमिसमूहनाशनं तीक्ष्णमम्लमुदरग्रहापहम् । वातपित्तकफशूलिनां हितं नष्टधात्वरुचिरोचनं परम् ॥ त्रिदोषसद्योज्वरपीडितानां दोषाश्रितानां विषविह्वलानां । मलग्रहे बद्धगुदे हितं च विषूचिकायां मुनयो वदन्ति ॥
તિ નિરૂકુળ લીંબુ કૃમિઓના સમુદાયને નાશ કરે છે. તે તીક્ષ્ણ અને ખાટું છે. તથા ઉદરથહ (પેટ જકડાઈ ગયું હોય તે રોગ)ને દૂર કરે છે. વળી તે વાયુ, પિત્ત, કફ અને શુળવાળાને હિતકારક છે તથા જેને ધાતુ નાશ થયો હોય તેને તથા અરૂચિવાળાને તે ઉત્તમ રૂચિ ઉત્પન્ન કરનાર છે. જે પુરૂષને ત્રિદોષ થયો હોય, અથવા તત્કાળ વર આવવાથી જે પીડિત હોય, વળી જેમના શરીરમાં વાતાદિ દોષ કોપતા હય, જેઓ વિષવડે પીડાયેલા હોય, જેમના મળ બંધાઈ ગયા હોય, જેમને બદ્ધદર નામે ઉદરરોગ થયો હોય તથા જેમને મૂછને વ્યાધિ થયો હેય તેમને લીંબુ હિતકારક છે એમ પ્રાચીન વૈવાચાર્યો કહેછે.
૧ મંજsuત્ત. p. ૧ સી. ૨ ૨ નાનાં. 1, ૧ સી.
For Private and Personal Use Only