________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
દૃષ્ટિનાશક શાક
सर्वे शाका दृष्टिहरा वर्जित्वा तण्डुलीयकम् । तथैव शतपुष्पं च जयन्ती कासमर्दकम् ॥
તાંદળજો, સુવા, જયંતી, અને કાસુંદર, એ ચાર સિવાયનાં બીજાં બધાં શાક આંખાના તેજને હરનારાં છે.
પિત્તનાશક શાક.
आलूषकं च वेतानं गुडुची चापमर्दकम् । किराततिक्त सहितास्तिक्ताः पित्तहरा मताः ॥ इति शाकवर्ग: ।
અલુખડાં, નેતરના અંકુર, ગળે, ચાપમર્દક તથાકરિયાતું અને કડુ સહિત કડવી વનસ્પતિની ભાજી, એ સર્વે પિત્તને હરનારી છે
વેલાને થનારાં ફળ-શાકનાં નામ.
कूष्माण्डकालिङ्गकचिर्भदं तु तुंबं पटोलं च त्रपूषकं च । तुंडीरकर्कोटककारवेल्लं कोशातकीवल्लिफलानि चैव ॥
ફળરૂપી શાકમાંનાં કેટલાંક ફળ વેલાઓને આવે છે તે વલ્લીળ કહેવાય છે. કહેાળું, કાર્વાંગડું, ચીભડું, તુંબડું, પટેળ, ખડબૃચ, ગિલોડાં, કંટોલાં, કારેલાં, ગલકાં, એ વલ્લીફળ કહેવાય છે.
ઝાડને થનારા ફળ-શાકનાં નામ
वृंताकव्याघ्रीबृहतीफलानि करहाटकं स्यात्प्रवदंति धीराः । तैस्तु शाकै रसवीर्यमुक्तमन्योन्यविज्ञानफलानि सम्यक् ॥
વંત્યાક, ગાળ રીંગણાં, ભારીંગણાં, તેાલાં, એ છેડને થનારાં શાક છે એમ ધીર એવા વૈદ્યો કહેછે. એ સર્વે શાકના જે રસ અને વીર્ય કહેલાં છે તેવડે ખીજાં શાકના રસ વીર્યનું જ્ઞાન સારી રીતે થાયછે. તાત્પર્ય કે આ ગ્રંથમાં થોડાંક શાક વગેરેના ગુણદોષ કહ્યા છે તથાપિ તેમના રસ વીર્યવડે તેવાંજ ખીજાં શાક આદિના ગુણદોષ જાણી લેવા.
For Private and Personal Use Only