________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હારીતસંહિતા.
ગુણ સારા છે એમ કહેલું છે. અર્થાત લેકમાં જેને વાપર ઘણે થાય છે તે બહુધા હિતકારી જ હોય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे धान्यवर्गो नाम पञ्चदशोऽध्यायः ।
षोडशोऽध्यायः
શાક વર્ગ,
શાકના પ્રકાર शाकं चतुर्विधं प्रोक्तं पत्रं पुष्पं फलं तथा । कन्दं चापि समुद्दिष्टं वक्ष्याम्येतत् पृथक् पृथक् ॥ પત્ર, પુષ્પ, ફળ અને કંદ, એવા ચાર પ્રકારનું શાક કહેલું છે. હવે હું તને એ ચારેના જુદા જુદા ગુણ કહું છું.
શાકના ગુણને ઉદ્દેશીને પ્રકાર द्विविधं शाकमुद्दिष्टं गुरु विद्यात् यथोत्तरम् । प्रायः सर्वाणि शाकानि विष्टम्भीनि गुरूणि च ॥
रूक्षाणि बहुवासि सृष्टविण्मारुतानि च । શામાં કેટલાંક હલકાં અને કેટલાંક ભારે છે. એવી રીતે બે પ્રકારનું શાક છે. ઉપર કહેલા શાકના ચાર પ્રકારમાંથી પૂર્વ પૂર્વ કરતાં પછીનું શાક ભારે છે. એટલે પત્રરૂપી શાક કરતાં પુષ્પરૂપી શાક ભારે છે; પુષ્પ કરતાં ફળરૂપી ભારે છે; અને ફળ કરતાં કદરૂપી શાક ભારે છે. એ બધાંય શાક વિશેષે કરીને ઝાડાને કબજે કરનારાં, ભારે, રૂક્ષ, ઘણે મળ ઉત્પન્ન કરનારા, અને મળ તથા વાયુને ઉપજાવનાર છે.
હરણદેડીને ગુણ चक्षुष्या सर्वरोगनी जीवन्ती मधुरा हिमा । - હરણદડી અથવા જેને કેટલાક રાહદોડી કહે છે તેનું શાક સર્વ રિગને નાશ કરનારું, મધુર અને ઠંડું છે.
For Private and Personal Use Only