________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારીતસંહિતા.
તુવરની દાળને યુષ મધુર, ધાતુઓનું શેપણ કરનાર, વાયુનું નિઃવારણ કરનાર, કફને દૂર કરનાર, પિત્તને હરનાર તથા જ્વર, કૃમીવિકાર અને લેહીના વિકારને નાશ કરનાર છે.
મગના યૂષના ગુણ शीतलं मधुरं मौद्गयूषं पित्तविकारजित् । तञ्च वातहरं प्रोक्तं ज्वराणां शमनं परम् ॥
મગને યુષ ડે, મધુર, પિત્તવિકારને મટાડનાર, વાયુને હરનાર અને તાવને શમાવવામાં શ્રેષ્ઠ છે.
ચણાના યૂષના ગુણ कषायं कटुकं चोष्णं वातघ्नं कफदोषकृत् । रक्तपित्तं निहन्त्याशु चणानां यूषमुच्यते ॥
__इति चणकयूषगुणाः । ચણાને ચૂપ તીખો, ગરમ, વાયુને હરનાર, કફના દોષને ઉત્પન્ન કરનાર, તથા રક્તપિત્તને જલદી નાશ કરનાર છે એમ પ્રાચીન વૈદ્ય કહે છે.
અડદના યૂષના ગુણ, धनं सवातं कफन्माषयूषं च पित्तनुत् । अम्लं पर्युषितं तच्च शस्यते तैलपाचने ॥
અડદને યૂષ જાડે, વાયુકર્તા, કફકર્તા, તથા પિત્તને નાશક છે. તે ખાટો અને ઠંડો હોય ત્યારે તેલ પકવ કરવામાં તેનો ઉપયોગ સારે થાય છે.
વજર્ય કરવા જેવા યૂષ. अन्यानि नैव शस्तानि कुलत्थान्युषितानि च ।
मसूरास्त्रिपुटा वल्लाः कलायाद्याश्च वर्जिताः॥ કળથીના અને એવા બીજા યુષ ઠંડા હોય ત્યારે હિતકર નથી.
१ पित्तकृत् प्र० १ २ तैलपाने च शस्यते. प्र. १. ३ अन्यानि च प्रशस्तानि प्र. १. चैव शस्तानि प्र० २.
For Private and Personal Use Only