________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ચૌદમે.
૧૧૩
નારાં છે. કરંજ અને અરીઠાનાં તેલ કડવાં છે અને અતિશય ગરમ નથી. સારણીનું તેલ તુરું, મધુર, કડવું અને વણને સાફ કરનારું છે. બહેડું, અતિમુક્તક, અખોડ, નાલિયેર, મહુડો, ખડબૂચ, કાકડી, કેળું, લેષ્માતક, ચાલી, એ સહુનું તેલ વાયુ, પિત્ત અને ઉદર રોગને નાશ કરનારું, કફકર્તા, ભારે અને ઠંડું છે. શ્રીપણું અને ખાખરનું તેલ પિત્ત તથા કફને શમાવનારું છે.
જવ વગેરેના તેલના ગુણ दोषघ्नं दीपनं मेध्यं किंचित्तिक्तं रसायनम् ॥ यवचिंचभवं तैलं कटु पाके विषापहम् । कफवातहरं रूक्षं कषायं नातिपित्तकृत् ॥
सतिक्तं सहकारस्य तैलं स्वरविशोधनम् ।
જવ અને આંબલીના બીયાનું તેલ દોષને હરનારું, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું, બુદ્ધિને વધારનારું, લગાર કડવું તથા વૃદ્ધપણું અને રેગને મટાડનારું છે. વળી તે પાકાવસ્થામાં તીખું, ઝેરને હરનારું, કફ અને વાયુને નાશ કરનારું, રૂક્ષ, તુરું અને બહુ પિત્તને ઉપજાવનારું નથી. કેરીની ગોટલીનું તેલ કડવું તથા સ્વરને શુદ્ધ કરનારું છે.
સ્થાવર તેલના સામાન્ય ગુણ, यावन्तः स्थावराः सोहाः समासेन प्रकीर्तिताः। सर्वे तैलगुणा ज्ञेयाः सर्वे चानिलनाशनाः ॥
सर्वेभ्यस्त्विह तैलेभ्यस्तिलतैलं प्रशस्यते ।
સ્થાવર પદાર્થોમાંથી જે તેલ નીકળે છે તેને સ્થાવર સ્નેહ કહે છે. તે સઘળા સ્થાવર નેહના ગુણ સંક્ષેપમાં કહીએ તે એવા છે કે, તલના તેલના જે ગુણ છે તેવાજ ગુણ તે સર્વે સ્થાવર તેના છે તથા તે સર્વે તેલ વાયુને નાશ કરનાર છે. બધા પ્રકારનાં તેલ કરતાં તલનું તેલ ગુણમાં ઉત્તમ છે.
૧ ચાંદલ અથવા રાતી સાડી. ૨ એને હિંદીમાં તેદુ અને મરાઠીમાં ટેભુરણ કહે છે.
For Private and Personal Use Only