________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે.
૭૩
ઉણાદકના ગુણ तत्पादहीनं वातघ्नं चार्ध पित्तविकारजित् । कफनं पादशेषं तु पानीयं लघु पाचनम् ॥ धारापाते हि विष्टम्भि दुर्जरं पवनापहम् । सृतशीतं त्रिदोषघ्नं मुषितं तच्च दोषकृत् ॥ दिवसे कथितं तोयं रात्रौ तद्गुरुतां व्रजेत् । रात्रौ सृतं तु दिवसे गुरुत्वमधिगच्छति ॥
इति उष्णोदकगुणाः । ગરમ કરેલું પાણી, જ્યારે બળતાં ત્રણ ભાગ બાકી રાખ્યા હેય ત્યારે તે વાયુને નાશ કરનારું થાય છે; અર્ધ બાકી રાખ્યું હોય ત્યારે તે પિત્તના રોગને મટાડે છે; અને એથે ભાગે બાકી રાખ્યું હોય ત્યારે તે કફને નાશ કરનારું થાય છે. ઉષ્ણદક સામાન્ય રીતે હલકું અને પાચન કરનારું છે. તેને ઉંચેથી ધાર કરીને ઠંડું કર્યું હોય તે તે બદ્ધકોષ્ટ કરનાર, પચવાને કઠણ અને વાયુને નાશ કરનારું થાય છે; ઉકાળીને ઠંડું થવા દીધું હોય તે તે ત્રિદોષને મટાડનારું થાય છે, અને તેને ઠંડુ કર્યા પછી રાત વાસી રાખ્યું હોય તે તે વાતાદિ દોષને ઉત્પન્ન કરનારું થાયછે. દિવસે ઉકાળેલું પાણી રાત્રે ભારે થાય છે અને રાત્રે ઉકાળેલું પાણી દિવસે ભારે થાય છે.
જળપાનને વિધિ. मदात्यये सदाहे च रक्तपित्ते तथोर्ध्वगे। रक्तमेहे विशेषेण नोष्णं तोयं प्रशस्यते ॥ पार्श्वशूले प्रतिश्याये वातरोगे गलग्रहे । आध्माने स्तिमिते कोष्ठे सद्यःशुद्धौ नवज्वरे ॥
अजीर्णे च तथा कासे न शीतमुदकं हितम् । દાહ યુક્ત મહાત્મય રોગમાં, ઉચે ગમન કરનારા રકતપિત્ત રોગમાં, અને વિશેષ કરીને રક્તપ્રમેહમાં ગરમ પાણુ હિતકર નથી. તેમજ - સાના શૂળમાં, સળેખમના રોગમાં, વાયુના રોગમાં, ગલગ્રહ નામે કંઠના રેગમાં, પેટ ચઢવાના રોગમાં, કઠો જડ થઈ ગયો હોય ત્યારે, વમન
For Private and Personal Use Only