________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે.
ઘણું ઝાડનાં પાંદડાં પડતાં હોય, જેનું પાણું ગંધાતું હોય અને જેના પાણીનો વાસ મૂત્ર જે આતે હેય તેના પાણીને ગદક જાણવું એ પાણી ગુલ્મ, પ્લીહા (બળને વ્યાધિ, અર્શ, પાંડુરોગ, અને જબોદર જેવા વિષમ રોગને ઉત્પન્ન કરે છે. વળી એ પાણીના સેવનથી શળ, ખસ અને કોઢ પણ થાય છે. જે પાણી વિકા, મૂત્ર, ઘાસ, લીલ અને ઝેરથી યુક્ત હોય, જે તપેલું હોય, જાડું હોય, ફીણવાળું હૈય, જે પાણી પીવાથી દાંત અંબાઈ જાય એવું હોય, જે ઋતુમાં નહિ ઉત્પન્ન થયેલું હેય (માવઠા વગેરેનું હોય), જે દુર્ગધવાળું, શેવાળવાળું, અનેક પ્રકારનાં જીવડાંવાળું, ભારે, અને પાંદડાંના ઢગલા તથા કાદવથી મેલું હોય, અને જે પાણી ઉપર ચંદ્ર અને સૂર્યનાં કિરણ પડતાં નહિ હોય એવું પાણી સદૈવ દોષવાળું જાણીને તે પીવું નહિ.
અંશુદકના ગુણ दिवा सूर्याशुसन्तप्तं रात्रौ चन्द्रांशुशीतलम् । अंशूदकमिति ख्यातं सर्वरोगनिवारकम् ॥ कफमेदोऽनिलनं च दीपनं बस्तिशोधनम् । श्वासकासहरं नीरं चक्षुष्यं नेत्ररोगहृत् ॥
જે પાણી દિવસે સૂર્યનાં કિરણોથી તપેલું હોય તથા રાત્રે ચંદ્રનાં કિરણથી શીતળ થયેલું હોય, તેને અંદક કહે છે. એ પાણી સર્વ રેગનું નિવારણ કરનારું છે. વળી તે કફ, મેદ અને વાયુને નાશ કરનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, બસ્તિને શુદ્ધ કરનારું, ખાંસી અને શ્વાસને હરનારું, નેત્રને હિત કરનારું અને નેત્રના વ્યાધિને મટાડનારું છે. એને સોદક પણ કહે છે.
આરોગ્યદકના ગુણ, पादशेषं तु कथितं तच्चारोग्यजलं विदुः। कासश्वासहरं पथ्यं मारुतं चापकर्षति ॥ सद्यो ज्वरं हरत्याशु मलभेदि कफापहम । प्रतिश्यायं पाचयति शूलगुल्मार्शनाशनम् ॥
For Private and Personal Use Only