________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હe
હારીતસંહિતા.
क्षीणज्वरातिसारे च सामे च विषमज्वरे। मन्दाग्नौ कफमाश्रित्य पयःफेनं प्रशस्यते ॥ क्षीरं गवां क्षीरफेनं तकं वा हितमेव च । पक्काम्रभक्षणाद्वापि ग्रहणी तस्य नश्यात ॥ ताम्बूलं नैव सेवेत क्षीरं पीत्वा तु मानवः । भवेत्तद्दर्जरं क्षीरं भुक्तान्ताद्वापि शस्यते ॥
इति फेनविधिः । કાળી ગાય, ઘડી કે બકરીના દૂધનું ફીણ મંદાગ્નિવાળાને, શરીરે દુર્બળ હોય તેમને, અને વિશેષ કરીને અતિસારના રેગવાળાને હિતકર છે. તે દૂધને બળવાથી જે ફીણ થાય છે તે ઉત્સાહને જાગ્રત કરે છે, બળ આપે છે, મધુર છે, વાયુને નાશ કરે છે અને તકાળ બળ આપે છે. જે પુરૂષ ક્ષીણ થઈ ગયા હોય, જેને જ્વર અને અતીસારને રોગ થયે હેય, ને સામ (આમ સહિત) જવર હોય, જેમને વિષમજવર હોય, અને જેમના જઠરમાં કફ પૂરાઈ જવાથી અગ્નિ મંદ પડી ગયો હોય, તેમને દૂધનું છીણ હિતકારક છે. પાકી કેરીઓ ખાવી તેના કરતાં ગાયનું દૂધ, અથવા દૂધનું ફીણ અથવા ગાયની છાશ હિતકર છે, કેમકે તેથી તેની ગ્રહણી સંબંધી પીડા દૂર થાય છે. દૂધ પીધા પછી મનુષ્ય તાંબુલ ખાવું નહિ, કેમકે તેથી દૂધ જલદી પચતું નથી; ભજન કરી રહ્યા પછી પણ દૂધ પીવું શ્રેષ્ઠ છે.
ગાયના ઘીના ગુણ, विपाके मधुरं वृष्यं वातपित्तकफापहम् । . चक्षुष्यं बलकृन्मेध्यं गव्यं सांपर्गुणोत्तमम् ॥
इति गव्यं घृतम् ।
ગાયનું ઘી વિપાકમાં મધુર, પૌષ્ટિક, વાયુ, પિત્ત તથા કફને દૂર કરનારું, નેત્રને ફાયદો આપનારું, બળ આપનારું, અને બુદ્ધિને વધારનારું છે. ગાયનું ઘી ઉત્તમ ગુણવાળું છે.
For Private and Personal Use Only