________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય નવમા.
મનુષ્યનું મૂત્ર ક્ષારયુક્ત, તીખું, મધુર અને હલકું છે. વળી તે નેત્રરોગને હરનારું, બળ આપનારું, જરૂરાગ્નિને પ્રદીપ્ત કરનારૂં અને કને નાશ કરનારૂં છે.
પ્રસૂતા અને અપ્રસૂતાના મૃત્રના ગુણ, असूताया घनं मूत्रं प्रसूताया द्रवं लघु । किंचिद्गुणविशेषः स्यात् समता पाकवीर्ययोः ॥
इत्यप्रसूतायाः प्रसूतायाश्च मूत्रगुणाः ।
જે સ્ત્રી પ્રસૂત ન થયેલી હોય તેનું મૂત્ર જાડું હોયછે અને જે શ્રી પ્રસૂત થયેલી હોય તેનું મૂત્ર પાતળું અને હલકું હોયછે. એ બન્ને મૂત્રમાં કાંઈક થોડેજ ગુણમાં તફાવત છે; નહિ તે તેમના પાકમાં અને વીર્યમાં તે સમાન છે.
૭
બળદના મૂત્રના ગુણ
सौरभेयकमूत्रं तु घनं सान्द्रं प्रशस्यते । तच वृषणहीनानां किञ्चिल्लघुतरं मतम् ॥ वृषमूत्रं च शोफनं क्रिमिदोषविनाशनम् । कामलाग्रहणी पाण्डुनाशनं चाग्निदीपनम् ॥ વાછરડાનું મૂત્ર જાડું અને ચીકટવાળું છે તથા તે ગુણકારી છે. વૃષવિનાના વાછરડાનું સૂત્ર લગાર હલકું છે. બળદનું સૂત્ર સાજાને મટાડનારૂં, અને કૃમિના દોષને નાશ કરનારૂં છે. વળી કમળા, પાંડુરોગ તથા ગ્રહણી રોગને મટાડનારૂં અને જરાત્રિને પ્રદીપ્ત કરનારૂં છે.
अजावीनां गवां मूत्रं पाने शस्तं भिषग्वर ! | आविकं माहिषं चाश्वं तैलपाके विधीयते ॥ गजमूत्रप्रलेपं च कण्डूदद्रूविसर्पनुत् । कारभं खरमूत्रं वा तैले नस्ये विधायकम् ॥
For Private and Personal Use Only
હું વૈધોમાં શ્રેષ્ટ હારીત ! બકરાં, ઘેટાં અને ગાયાનું મૂત્ર પીવામાં શ્રેષ્ઠ છે; વળી ઘેટાં, ભેંશા અને ઘેાડાનું સૂત્ર તેલ પકવવામાં ઉપયોગી છે; હાથીના મૃત્રનો લેપ કરવાથી તે ખસ, દાદર (દરાઝ) અને વિસર્પ (રતવા)ને નાશ કરેછે; ઊંટના અને ગધેડાના મુત્રને તેલ પકવવામાં તથા સુંધવામાં ઉપયોગ કરી શકાયછે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मूत्रवर्गो नाम नवमोऽध्यायः ।