________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
હારીતસંહિતા.
•~~~~~~ ~~~~~~ પાણીમાં જે જાડું હોય છે તે કફ કરનારું, ખસ ઉપજાવનારું અને વાનાના રોગને પેદા કરનારું છે. વળી તે વાયુકર્તા તથા લોહી સંબંધી રોગની પીડાનું કારણ છે એમ જાણવું.
ચાર પ્રકારની વૃષ્ટિ, द्विविधं चोदकं प्रोक्तं तथा वक्ष्ये चतुर्विधम् ।
रात्रिवृष्टिर्दिवावृष्टिर्दुर्दिना वा क्षणोद्भवा ॥ ઉપર ગાંગ અને સામુદ્ર એ પ્રકારનું જળ કહ્યું. હવે જળના ચાર પ્રકાર કહીએ છીએ. (૧) રાત્રિ વૃષ્ટિ, (૨) દિવા વૃષ્ટિ એટલે દિવસે વરસાદ થાય તે, (૩) દુર્દન વૃષ્ટિ એટલે વરસાદની હેલી થવાથી રાતદહાડે જે પાણી વરસ્યા કરે છે, અને (૪) ક્ષણવૃષ્ટિ એટલે માસામાં ગમે તે વખતે મેઘ ચઢી આવીને વરસે તે.
ત્રિવૃષ્ટિના ગુણ निशाजलं कफकरं धनं शीतगुणात्मकम् ।
सामुद्रतोयस्य समं विज्ञेयं वातकोपनम् ॥ રાત્રિએ થયેલી વૃષ્ટિનું પાણી કફ કરનારું, જાડું, ઠંડા ગુણવાળું, સામુદ્ર પાણીના જેવું, અને વાયુને કોપાવનારું છે એમ જાણવું
દિવાવૃષ્ટિના ગુણ दिवा सूर्याशुतप्ता च मेघा वर्षन्ति यत्पयः।
तत्कफघ्नं पिपासानं लघु वातप्रकोपनम् ॥ દિવસે સૂર્યના કિરણથી તપેલા મેઘ જે પાણી વરસે છે તે પાણી કફને નાશ કરનારું, તરસને મટાડનારું, હલકું અને વાયુને કપાવનારું છે.
દુર્દનવૃષ્ટિના ગુણ दुर्दिने वृष्टिसंपाते वातोद्भतं सवातलम् । कफकच्छोषहननं तर्पणं दोषकोपनम् ॥
હેલીના દિવસે માં જે વૃષ્ટિ પડે છે તેમાં વાયુથી ઉત્પન્ન થયેલું પાણી વાયુને ઉત્પન્ન કરનારું, કફને ઉત્પન્ન કરનારું, શેષને હણનારું, તૃપ્તિ - રનારું અને દોષને કે પાવનારું છે.
For Private and Personal Use Only