________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
હારીતસંહિતા.
तद्वञ्चतुर्विधं प्रोक्तमन्तरिक्षसमुद्भवम् । भूमौ निपतितं तच्च जातं चाष्टविधं जलम् ॥ सारसं चौद्भिदं चैव वापीकूपोदकं तथा। नदीतटाकजं प्रोक्तं निर्झरं चौड्यजं तथा ।
इति चाष्टविधं प्रोक्तं नवमं नालिकेरजम् ॥ પાણી બે પ્રકારનું છે. (૧) આંતરિક્ષ એટલે આકાશમાંથી પડેલું, અને (૨) ઔભિદ એટલે પૃથ્વીના ખડકમાં રહેલું. આંતરિક્ષ પાણીના બે પ્રકાર છે. (૧) ગાંગ પાણી અને (૨) સામુદ્રિક પાણી. વળી આંતરિક્ષ પાણીના ચાર બીજા પ્રકાર પણ છે (તે આગળ કહેવામાં આવશે). આંતરિક્ષ પાણી પૃથ્વી ઉપર પડીને આઠ પ્રકારનું થાય છે. સારસ એટલે સરોવરમાં રહેલું, દૂભિદ એટલે પથરાના ખડકમાંથી નીકળેલું, વાવ્યનું પાણી, કૂવાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, ઝરણનું પાણી, અને ચૌષ અથવા ઉતળા પાણીની જગાએ ખોદેલાં વહેળીનું પાણી, એ પ્રકારે આઠ પ્રકારનું પાણી કહેલું છે અને નવમું નાલિયેરનું પાણી.
ગાંગજળની પરીક્ષા गाङ्गसामुद्रविज्ञानं कथयिष्यामि साम्प्रतम् ॥ धारितं येन पात्रेण लक्ष्यते येन तद्विधम् ॥ धौतं शुद्धं सितं वस्त्रं चतुर्हस्तप्रमाणकम् । दण्डास्त्रिहस्ताश्चत्वारः चतुष्कोणेषु बन्धयेत् ॥ तस्मात्प्रतिच्यवत्तोयं शुद्ध रौप्यमयेऽथवा । कांस्यपात्रे समुद्धत्य परीक्षेत भिषग्वरः॥ शुद्ध कर्पासतूलं वा श्वेतशाल्योदनस्य वा। पिण्डिका तत्र संक्षिप्ता श्वेततां याति सा पुनः ॥ श्वेता तु निर्मला पिण्डी शुद्धं च विमलं पयः॥ तद्गाङ्गं सर्वदोषघ्नं गृहीतं यत्सुभाजने ॥
એ પાણીમાંથી ગાંગજળ અને સામુદ્રજળ ઓળખવાની રીતિ હમણાં હું કહું છું. એટલે તે પાણીને શામાં ઝીલવું તથા કેવા વાસણમાં નાખીને તેને શી રીતે પારખવું તે કહું છું. ચાર હાથ લાંબું અને ચાર હાથે પિહોળું એવું શુદ્ધ સફેદ ધોયેલું વસ્ત્ર લેવું તેને ચાર ખૂણે
For Private and Personal Use Only