________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હારીતસંહિતા.
આસો માસમાં અથવા ચિત્રા નક્ષત્રમાં વરસેલું પાણી રૂક્ષ (લુખું, પિત્ત કરનારૂં, ખાટું, તથા ગુલ્મ અને લોહી સંબંધી વિકાર કરનારું છે. વળી તે પાણી તીર્ણ (બરડ-કાક) અને ધાન્યના છેડને બગાડનારું છે.
કાર્તિકવૃષ્ટિના ગુણ, कार्तिकीवृष्टिसम्भूतं स्वातिसंपातशीतलम् । नाशनं च त्रिदोषाणां सर्वशस्यप्रवर्धनम् ॥
शीतलं बलकदृष्यं तृइदाहज्वरनाशनम् । કાર્તિક માસમાં થયેલી કૃષ્ટિનું પાણી સ્વાતિ નક્ષત્રમાં પડેલું હેવાથી શીતળ હોય છે. વળી તે વાતાદિક ત્રણે દેશને નાશ કરનાર અને સર્વે ધાન્યની વૃદ્ધિ કરનારું છે, તથા શીતળ, બળ આપનારું, પૌષ્ટિક, અને તરસ તથા દાહવરને નાશ કરનારું છે.
સ્વાતિ જળના ગુણ, कचित् पुण्यतरे देशे शरद्वर्षति माधवम् ॥ पित्तज्वरविनाशाय शस्यनिष्पत्तिहेतवे। अम्बरस्थं सदा पथ्यममृतं स्वातिसम्भवम् ॥ गगनाम्बु त्रिदोषघ्नं गृहीतं यच्च भाजने । बल्यं रसायनं मेध्यं यन्त्रापेक्ष्यं ततः परम् ॥
कार्तिक्यादिचतुर्णा तु मासानां कार्तिका गुणाः ॥ કેઈક વિશેષ પુણ્યવાળા દેશમાં શરદુ તુ જે વરસાદ વરસે છે તેથી પિત્તજવર નાશ થાય છે તથા ધાન્યની ઉત્પત્તિ થાય છે. સ્વાતિનું પાછું આકાશમાં રહેલું હોય (અર્થાત અંતરિક્ષથી ઝીલી લીધું હોય) તે તે સદૈવ પથ્ય છે. પાત્રમાં ઝીલી લીધેલું એવું આકાશનું પાણી ત્રણ દેવને નાશ કરનારું, બળ આપનારું, જરાવ્યાધિ નાશ કરનારું, અને બુદ્ધિ વધારનારું છે. પણ તે પાછું જે પૃથ્વી પર પડયું હોય તે યંત્રથી શુદ્ધ કર્યા પછી ઉપયોગમાં લેવા જેવું થાય છે. કાર્તિકથી માંડીને ચાર માસની દ્રષ્ટિના ગુણ કાર્તિક માસના જેવા છે.
અકાળવષ્ટિના ગુણ, अनार्तवं विमुञ्चन्ति जलं जलधरास्तु यत् । पतितं तत् त्रिदोषाय सर्वेषां देहिनामपि ॥
For Private and Personal Use Only