________________
૩૯
શારદા દર્શન નગરીમાં પધાર્યા છે. દ્વારકા નગરીના રાજા પુણ્યવાન છે ને એમની પ્રજા પણ પુણ્યવાન છે. જ્યાં અવારનવાર સર્વજ્ઞ ભગવંતનું આગમન થતું હોય, બીજા સંતે પધારતાં હોય, સુપાત્રે દાન આપવાને લાભ મળતો હોય, સ્વધર્મની ભક્તિ થતી હોય એના જેવું બીજું કયું પુણ્ય છે. એના જેવું બીજું કયું ભાગ્ય જોઈએ ?
એક ગામમાં એક લાખ માણસની વસ્તી હતી. જેમાં ૨૫૦૦ ઘર જૈનના હતાં. બીજી વસ્તી બહુ ઓછી હતી. એ ગામમાં બધા જૈનોએ ભેગા થઈને સંઘમાં બંધારણ કર્યું કે આપણું ગામમાં જે કોઈ દુઃખી નિરાધાર આપણે સ્વધમી બંધુ આવે તેને ઘર દીઠ એકેડ રૂપિયો ને એકેક ઈટ આપવી. એક વખત એક શ્રાવક કર્મોદયે ગરીબ બની ગ. તે ધર્મમાં દઢ હતે. હજારો સ્વધમી બંધુઓની તેણે સેવા કરી હતી. પણ ક્યારેય કર્મને ઉદય થાય છે તે કહેવાતું નથી. આજે આપણે જોઈએ છીએ કે જેની પેઢી ઉપર દીકરાને નોકરી મૂકવા માટે કાલાવાલા કરવા પડતા હતા તે શેઠના દીકરાને નોકરને ત્યાં કાલાવાલા કરવા પડે છે. આ શ્રાવકની એવી સ્થિતિ થઈ. તે ઘણે દુઃખી થઈ ગયે. પણ ધર્મની શ્રદ્ધા તો તેણે ના છોડી. ગામમાં કેઈએ આશ્રય ના આપે એટલે ગામ છેડીને ફરતે ફરતે આ ગામમાં આવ્યો.
બંધુઓ ! ભગવાનનો શ્રાવક કર્મના ઉદયથી દુઃખી હોય પણ દીન ના હોય. તે પિતાના કર્મને ઉદય સમજે ને વિચાર કરે કે,
કદી જે ગરીબી રડાવે મને, અગર જો અમીરી હસાવે મને,
મારા હૃદયમાં ઉતરજે પ્રભુ, કે ઘટમાળની આ ગુલામી ભૂલીને તમને ભજ..કદી. સમજાણું તમને ? વીતરાગનો શ્રાવક ગમે તેવી ગરીબી આવે તે રડે નહિ ને અમીરીમાં મલકે નહિ. અભિમાન રૂપી પવનથી ફલાય નહિ. એ તે એજ વિચારે કે હે ભગવાન! મારા હૃદયમાં એ ભાવ ઉતરજે કે હું દુઃખમાં દીન ન બનું ને સુખમાં લીન ન બનું અને તમને કયારે પણ ભૂલું નહિ.
આ દુઃખી શ્રાવક પણ આવું વિચારવા લાગ્યો. આ અજાણ્યા ગામમાં તેને કોઈ ઓળખાણ કે પીછાણ નથી. એટલે ગામ વચ્ચે ચારે તે ત્યાં આવીને બેઠે. બપોરના સમયે એક શ્રાવક ત્યાંથી નીકળે. અજાણ્યો માણસ જોઈને તેને પૂછયું ભાઈ ! તમે કેણ છો ને ક્યાંથી આવ્યા છે ? ત્યારે શ્રાવકે પિતાની કહાની કહી. પેલે શ્રીમંત શ્રાવક સ્વધર્મ બંધુને પિતાને ઘેર લઈ ગયે. એને પ્રેમથી જમાડે. સારા વસ્ત્રો પહેરાવ્યા અને સંઘમાં જાહેરાત કરાવી કે આપણે સ્વધર્મ બંધુ દુઃખનો માર્યો આવ્યો છે. જાહેરાત થતાં સંઘના ૨૫૦૦ સભ્ય પેલા દુઃખી શ્રાવકને એકેક રૂપિયાને ઈટ આપી ગયા. ગરીબ શ્રાવક કહે ભાઈ ! આટલું બધું મને ન હોય. મને કોઈ નોકરી આપે. કામ કરીને ખાઈશ. ત્યારે શ્રાવકો કહે છે ભાઈ! અમે કોઈ વિશેષ નથી કરતા. આ તે અમારા સંઘનું બંધારણ છે, ને અમારી ફરજ છે. વિચાર કરો. ઘર દીઠ એકેક રૂપિયે કેઈ ને ભારે ન પડે ને આવનારને ૨૫૦૦ રૂપિયા મળી જાય એટલે તાત્કાલિક