________________
૩૮
શારદા દર્શન કરાય.) દુશમન ઉપર કદી પ્રેમ આવે ? “ના”. એને માટે કંઈ કરી છૂટવાની હોંશ કે આનંદ તમને થાય ખરો? “ન થાય”. હવે તમને સમજાય છે ને કે દુશ્મન ઉપર પ્રેમ ન રખાય. એને માટે કંઈ ન કરાય. તે સમજે કે આપણે આત્મા એ ભારત છે, અને પાંચ ઈન્દ્રિયો એ ચીન અને પાકિસ્તાન છે. તેને તમારે રોજ સવાર પડે ને સાલિયાણ રૂપ ચા, દૂધ, નાસ્તો આપ પડે. બપોરને સાંજ જમવાનુ, ઉનાળે મૂલાયમ કપડાં અને શિયાળે ગરમ કપડાં, સારા સારા વસાણા આપે. નાટક સિનેમા જેવા, હરવા ફરવાની બધી વ્યવસ્થા કરી આપવી પડે. આને માટે આટલું બધું કરવા છતાં આ પાંચ ઈન્દ્રિ રૂપી ચીન અને પાકિસ્તાન આત્મારૂપી ભારત ઉપર આક્રમણ કરે છે. ત્યારે ઇન્દ્રિઓને આધીન બનેલ તે અવરૂપી ભારત હારી જાય છે. તેથી સ્વભાવ છોડી વિભાવમાં જાય છે ને કર્મો બાંધે છે.
બંધુઓ ! જીવ જ્યાં સુધી સ્વભાવમાં સ્થિર રહે છે ત્યાં સુધી કર્મ બાંધતે નથી. વિભાવમાં જોડાય ત્યારે કમ બાંધે છે. આત્માને સ્વભાવમાં વસવું એ એનો ધર્મ છે. તમને થશે કે આત્માને સ્વભાવમાં સ્થિર રાખવો એ એનો ધર્મ છે ? હા, ધર્મ કોને કહેવાય? તે જાણે છે ? ધર્મ એ કઈ બહારની વસ્તુ નથી ધર્મ એ પિતાની વસ્તુ છે. ધર્મ એ આત્માનો સ્વભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે “વધુ સદા ધા” વસ્તુને સ્વભાવ એનું નામ ધર્મ. જેમ કે અગ્નિમાં ઉષ્ણુતા, પાણીમાં શીતળતા, આંબલીમાં ખટાશ, મરચામાં તીખાશ, મીઠામાં ખારાશ ને સાકરમાં ગળપણ એ એનો સ્વભાવ છે. એ પિતાનો સ્વભાવ પિતાનામાં રહે છે. સાકરમાં મીઠાશ છે તે બહારથી લાવવી પડતી નથી. મીઠાશ સાકરના ઘરની છે. કોઈપણ પદાર્થ એને સ્વભાવ છોડતું નથી. દા. ત. પાણીને ગમે તેટલું ઉકાળે. હાથ ઉપર પડે તે ફેલા પડી જાય એવું ઉકળતું પાછું જે અગ્નિ ઉપર નાંખશો તે તે અગ્નિને ઠારી નાંખશે. એને મૂળ ગુણ શીતળતાને હતું
તે ન છોડો.
આ રીતે આત્માને સ્વભાવ આત્મામાં હોય. આત્માની બહાર ન હોય પણ કયારેક વિભાવ દશામાં જતાં ક્રોધ, માન, માયા, લેભાદિ કષાયમાં જોડાય છે ને દુઃખી થાય છે. અને જો સ્વભાવમાં રમણતા કરે તો અનંત શક્તિના બળે શાશ્વતા સુખ પામે છે. આત્માને વિભાવમાં લઈ જનાર દુશમન ઈન્દ્રિયે છે માટે એના ઉપર કંટ્રોલ રાખે. એને ગમે તેટલું સાલિયાણું આપે પણ એ તમારું હિત કરનાર નથી. માટે જેમ શત્રુને હોંશથી સાલિયાણું આપતા નથી તેમ ઈન્દ્રિયે જે માંગે તે હોંશથી ન આપે, એના તાબેદાર ન બનશો પણ એને તમે તાબે કરજો. આત્મામાં જે રાગ દ્વેષ આદિ પરિણતિઓ દેખાય છે તે એના પિતાના ઘરની નથી પણ વિભાવના ઘરની છે. ઈષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને તેના પ્રત્યે રાગ થાય છે ને અનિષ્ટ વસ્તુને સંચાગ થતાં તેના ઉપર શ્રેષ થાય છે. આ બધું પર સ્વભાવના કારણે થાય છે.
વિભાવમાંથી જલ્દી મુક્ત બનવું હોય તે જિનેશ્વર દેવના વચન ઉપર શ્રદ્ધા કરે. કૃષ્ણ વાસુદેવને નેમનાથ પ્રભુના વચન ઉપર અનન્ય શ્રદ્ધા છે. તેમનાથ ભગવાન દ્વારકા